SURAT

તુલસીના છોડ પર મૂકેલા સળગતા દીવાની ઝાળ લાગતા પડદાં સળગ્યા અને વેસુના ફ્લેટમાં આગ ફાટી નીકળી

સુરત: સોમવારે સાંજે શહેરના વેસુ વિસ્તારમાં આવેલા રામેશ્વરમ ગ્રીન એપાર્ટમેન્ટના 11મા માળે આગ ભભૂકી ઊઠી હતી. સાંજના સમયે ફ્લેટની બાલ્કનીમાં બારી પાસે મૂકેલા તુલસીના ક્યારામાં દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. દીવાની ઝાળ વિન્ડોના બંને પડદામાં લાગી જતાં પડદા ભડભડ સળગવા લાગ્યા હતા.

ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ સોમવારે સાંજે 7:49 કલાકે વેસુસ્થિત ખાડીની લગોલગ આવેલા રામેશ્વરમ ગ્રીનના 11મા માળે આગ લાગી હતી. મકાનમાલિક વિષ્ણુકુમાર જૈનમાં ફ્લેટમાં સાંજે દીવો પ્રગટાવી બારી પાસે તુલસીના ક્યારે મૂક્યો હતો. દરમિયાન ઝડપી પવન ફુંકાતા દીવાની ઝાળ પડદામાં લાગી ગઈ હતી.

આથી બંને પડદા ભડભડ સળગવા લાગ્યા હતા. મકાનમાલિકે સમયસૂચકતા વાપરીને આગ ઉપર પાઉડરનો છંટકાવ કરી આગને ઓલવી નાંખી હતી. વેસુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહેલાં આગ ઓલવી દેતાં ફાયરની ટીમ પરત ફરી હતી તેવું ફાયર ઓફિસર મારુતિ સોનવણેએ જણાવ્યું હતું.

મારુતિ સોનવણે (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે ઘટના લગભગ 7:36 ની હતી. હાય રાઈઝ એપાર્ટમનેન્ટ ના 11 માળે ગેલેરીમાં પરદા સળગી રહ્યા હોવાનું કોલ મળતા મજુરા, ભેસ્તાન અને વેસુના ફાયર સ્ટેશનની ગાડીઓ દોડવામાં આવી હતી. જોકે ફાયર જવાનો પહોંચે એ પહેલાં જ આગ કાબુમાં લેવાય ગઈ હતી.

આગ લાગવા પાછળ ગેલેરીમાં મુકેલા તુલસીના છોડ પર સળગતો દીવો જવાબદાર હતો. પવનના કારણે ગેલેરીના પરદા હવા માં ઉડતા દીવા સાથે અડી ગયા બાદ આગ લાગી ગઈ હતી. પાડોશીએ બિલ્ડીંગમાં લાગેલી આગ પર કાબુ મેળવવા તાત્કાલિક ફાયર સાધનો ઉપયોગ કરતા આગ કંટ્રોલ થઈ ગઈ હતી.

Most Popular

To Top