Gujarat

આખરે 18 દિવસ બાદ સુરતને નવા કમિ. તરીકે રાજકુમાર બેનીવાલ મળ્યા

બેનીવાલનો શાસકીય અનુભવ અને ઈતિહાસ
સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર બનતા પહેલાં રાજકુમાર બેનીવાલ ‘ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ’ (GNFC)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને બહોળો વહીવટી અનુભવ ધરાવે છે.તેમણે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIT (BHU) વારાણસીમાંથી મેડિકલ એન્જિનિયરિંગમાં B.Tech અને પબ્લિક મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું છે. ગુજરાત કેડરમાં સનદી અધિકારી તરીકે સેવા આપતાં તેમણે ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB)ના VC & CEO તેમજ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન જેવા મહત્વના પદો પર સફળ કામગીરી કરી છે.

રાજકુમાર બેનીવાલ 2004ની બેંચના IAS છે, અગાઉ GJMCમાં MD હતા.
18 દિવસ બાદ નવા કમિશનરની નિમણૂક
સુરતમાં બહુચર્ચિત નાસીરનગર ડિમોલિશન વિવાદ બાદ નાગરાજનની તુરંત બદલી કરી દેવાઈ હતી. 18 દિવસ બાદ હવે રાજ્ય સરકારે 2004ની બેંચના આઈએએસ (IAS) અધિકારી રાજકુમાર બેનીવાલને સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.

આ પહેલાં કમિશનર પદ પર રહેલા એમ. નાગરાજનની 11 ઓગસ્ટ 2026ના રોજ તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી, જેના કારણે તેઓ માત્ર 9 મહિના જ આ પદ પર રહ્યા હતા.નાસીરનગરમાં હાથ ધરાયેલી ડિમોલિશન કામગીરીમાં ગેરરીતિ અને નિયમોના ઉલ્લંઘન અંગે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવતા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે નાગરાજનની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Most Popular

To Top