Business

“કરન- અર્જુન ફીર આયેંગે”! આ ફિલ્મમાં સાથે જોવા મળશે

મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનનો (Pathan) વિશ્વભરમાં ડંકો વાગી રહ્યો છે. બાયકોટ થયાં પછી 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મે માત્ર 3 દિવસમાં આ ફિલ્મે (FIlm) કરોડની કમાણી કરી છે. 4 વર્ષ પછી કિંગ ખાને એન્ટ્રી આપી જેને ફેન્સ ખૂબ પ્રેમ આપી રહ્યાં છે. શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમે આ ફિલ્મમાં નિભાવેલા પાત્રને પણ લોકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ એકશન ફિલ્મના (Action Film) તમામ સારા પહેલું વચ્ચે સૌથી વધુ ચર્ચા છે સલખાનની. સલમાન ખાને પઠાન ફિલ્મમાં કેમિયો કર્યો છે. સલમાન ખાને થોડી જ મિનિટના અપિયનરન્સમાં મહેફિલ લૂંટી લીધી છે. સિનેમાઘરોમાંથી બહાર નીકળતા લોકોએ સલમાન ખાનના કેમિયોના ખૂબ વખાણ કર્યા છે. કિંગખાન તેમજ સલમાન ખાનની જોડીને તેઓના ફેન્સ ખૂબ પસંદ કરતા હોય છે. હવે ‘પઠાણ’ના સ્ક્રીપ્ટ રાઈટર શ્રીધર રાઘવને એક મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું છે કે બોલિવૂડની આ જોડી ફરી એકવાર ફિલ્મમાં સાથે જોવા મળશે.

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન આ દિવસોમાં ‘પઠાણ’ દ્વારા માત્ર દેશ જ નહીં પણ વિદેશમાં પણ રાજ કરી રહ્યાં છે. પઠાન ફિલ્મમાં સલમાન ખાનના કેમિયોએ આકર્ષણ વધાર્યું હતું. પઠાણ ફિલ્મના સ્ક્રીપ્ટ રાઈટર શ્રીધર રાઘવને આ વાતનો નિર્દેશ કર્યો છે. ખરેખર ફિલ્મ પઠાણમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનની જોડીને ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મની સફળતા બાદ શાહરૂખ ખાન અને સલમાન ખાન બે હીરોઈક મૂવીમાં જોવા મળશે.

શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મ કરણ-અર્જુન વર્ષ 1995માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયાને 27 વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મથી શરૂ થયેલી મિત્રતા બોલિવૂડમાં એક ઉદાહરણ બની ગઈ છે. જો કે બંનેની મિત્રતામાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન સાથે અપ એન્ડ ડાઉન્સ પણ જોવા મળ્યા હતાં. એક સમય એવો પણ હતો કે શાહરૂખ ખાન અને સલમાન ખાનના વિવાદ બાદ આ બન્ને એકબીજાના સામે પણ આવવા માંગતા ન હતા તેમજ એકબીજાનો ચહેરો પણ જોવા માગતા ન હતા.

આ પછી આજે ત્રણ દાયકા પછી પણ પઠાનની રિલીઝ પર બંને વચ્ચેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. જો કે, સલમાન ખાને અત્યાર સુધીમાં લગભગ 27 ફિલ્મોમાં કેમિયો કર્યો છે. આ પહેલા સલમાન ખાને વર્ષ 1998માં રિલીઝ થયેલી કુછ કુછ હોતા હૈમાં કેમિયો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાને અમન મેહરાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ પછી 2007માં આવેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં સલમાન ખાને પોતાની મિત્રતાનો પુરાવો આપ્યો હતો.

Most Popular

To Top