Gujarat

ખાનગી યુનિવર્સિટીમાં B.Comની ફી 4.20 અને BAની 2 લાખ રૂપિયા!

અમદાવાદ : રાજ્યમાં શિક્ષણના વેપારીકરણ અને ખાનગીકરણની ઘેલછામાં શિક્ષણની ફી (Fees) આસમાને પહોંચાડી છે. ગુજરાત (Gujarat) રાજ્યમાં ૧૦૮ જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીને મંજૂરી આપી જાણે તેમને વિદ્યાર્થીઓને (Student) લૂંટવાનો પરવાનો આપ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે. પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્સમાં વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી ઉઘરાવવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક રીટાયર્ડ જજની ફી નિયમન કમિટીની નિમણૂક થાય અને વ્યાજબી ફી નક્કી કરવી જોઈએ, તેવી માંગ પ્રદેશ કોગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા બીકોમ, બીએ અને બીબીએની ફી મેડિકલની ફી કરતા પણ મોંઘી છે. ગુજરાત ની ૧૦૮ પૈકી કેટલીક યુનિવર્સિટી ના ઉદાહરણ રૂપે કેટલાક કોર્સની ફી જોઈએ અને સરકારની કોલેજોની ફી જોડે સરખાવવમાં આવે તો મોટો તફાવત જોવા મળે છે. અમદાવાદ યુનિવર્સિટીના જે બિલ્ડિંગમાં સવારે બીકોમમાં વાર્ષિક ૪.૨ લાખ રૂ ફી ઉઘરાવવામાં આવે છે, તે જ કેમ્પસમાં બપોરે ગુજરાત યુનિવર્સિટીની ફી આશરે ૨૫૦૦ ઉઘરાવવામાં આવી રહી છે.

નિરમા યુનિવર્સિટી જેને ટોકન રૂપિયે શિક્ષણ માટે જમીન મેળવેલી તે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ જોડે બીકોમમાં વાર્ષિક ૩.૪૨ લાખ ઉઘરાવવામાં આવી રહ્યા છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા બીએના વાર્ષિક ૨ લાખ રૂપિયા ઉઘરાવવા માં આવી રહ્યા છે. પંડિત દીનદયાળના અંત્યોદયના સિધ્ધાંતનો પ્રચાર ભાજપ ના નેતા કરતા હોય છે, તેમના નામે બનેલી પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં બીકોમ અને બીએ જેવા કોર્સમાં સેમેસ્ટર દીઠ ૧.૩૫ લાખ ફી ઉઘરાવવામાં આવી રહી છે. કોંગ્રેસના શાસનમાં બનેલી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ આજે પણ વાર્ષિક ૨૦૦૦ થી ૨૫૦૦ની વચ્ચે ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીનીઓને ટ્યુશન ફી પણ માફ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને આ પ્રકારે ખુલ્લે આમ લૂંટવામાં આવે અને સરકાર ચૂપ બેસે તે કેટલું યોગ્ય? ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીટાયર્ડ જજ ની ફી નિયમન કમિટીની નિમણુક થાય અને વ્યાજબી ફી નક્કી થવી જોઈએ.

Most Popular

To Top