Dakshin Gujarat

શુક્લતીર્થ મેળામાં પહોંચવા શ્રદ્ધાળુઓને મળી રહી છે આ શ્રેષ્ઠ સુવિધા

ઝઘડિયા: ભરૂચ જિલ્લાના (Bharuch District) શુકલતીર્થ ખાતે ભરાતા પરંપરાગત પૌરાણિક પાંચ દિવસના મેળામાં (Fair) મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે. નર્મદા (Narmada) કિનારે આવેલ શુકલતીર્થ પહોંચવા માટે ઝાડેશ્વર ચોકડીથી જઈ શકાય છે. જો કે ઝઘડિયા ખાતેથી પણ મઢી થઇને નાવડી દ્વારા શુકલતીર્થ નર્મદા કિનારે પહોચવા તત્પર બન્યા છે.

  • શુક્લતીર્થ મેળામાં પહોંચવા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી આવતા શ્રદ્ધાળુઓને મળી રહી છે આ શ્રેષ્ઠ સુવિધા
  • ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે ભરાતા પરંપરાગત પૌરાણિક પાંચ દિવસના મેળામાં શ્રદ્ધાળુઓનો ધસારો
  • ઝઘડિયા મઢી ખાતે તંત્ર દ્વારા કાયમી નાવડીની સુવિધા આપી હોઇ ફક્ત રૂ.૪૦/-માં ઝઘડિયા મઢીથી શુકલતીર્થ પહોંચી શકાય છે

વાલીયા,નેત્રંગ,માંગરોળ, રાજપીપળા,ડભોઇ,છોટાઉદેપુર અને કવાંટ જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓ ઝઘડિયા મઢી થઇને નાવડી દ્વારા સ્થળ પર પહોંચી રહ્યા છે.આ વખતે વહીવટી તંત્ર દ્વારા ઝઘડિયા મઢી ખાતે નાવડીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ઝઘડિયા નજીક મઢી ધાટથી નાવડીમાં બેસી શુકલતીર્થ પહોંચવું પડે છે.નર્મદા નદી બે ફાટામાં વહેચાયેલી હોવાથી શ્રધ્ધાળુઓએ શુકલતીર્થ પહોંચવા માટે બે વખત નાવડીમાં બેસવું પડે છે અને એક કિલોમીટર જેટલું પગપાળા નર્મદાના પટમાં ચાલી શુકલતીર્થ પહોંચવું પડે છે.

મોરબી પુલ દુર્ઘટના બાદ રાજ્યભરનું તંત્ર એલર્ટ થયું છે, અને લોકોની સુરક્ષામાં વધારો કરાઇ રહ્યો છે. ઝઘડિયાથી શુકલતીર્થ નાવડી દ્વારા જતા મુસાફરોને ઝઘડિયા પોલીસ તંત્ર દ્વારા ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવવામાં આવે છે. અને નાવડીમાં પણ મુસાફરોને પ્રમાણસર બેસાડવામાં આવે છે. ઝઘડિયા મઢી ખાતે તંત્ર દ્વારા કાયમી નાવડીની સુવિધા આપી હોઇ ફક્ત રૂ.૪૦/-માં ઝઘડિયા મઢીથી શુકલતીર્થ પહોંચી શકાય છે. જેથી ઝઘડિયા મઢીથી શુકલતીર્થ જવા માટે દર વર્ષે શ્રધ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળે છે.

Most Popular

To Top