Entertainment

નિષ્ફળતા બાદ પણ નિષ્ફળતા બાદ પણ ‘શ્રધ્ધા’ ડગમગી નથી

શ્રધ્ધા કપૂરે પોતાના વિશે એવું તો ન જ વિચાર્યું હશે કે બબ્બે વર્ષ સુધી તેની કોઈ ફિલ્મ જ ન આવે. બધાને કોરોના નડ્યો પણ બેઠા થઈ ગયા, શ્રધ્ધા વિશે એવું નથી બન્યું. તે કોઈ એવી ખરાબ એક્ટ્રેસ પણ નથી. તેના કરતા ખરાબ લુક્સ ધરાવતી અભિનેત્રીઓને અને ખરાબ એક્ટ્રેસને પણ કામ મળે છે. શ્રધ્ધા એકલી એકલી વિચારતી હશે કે મારો શું વાંક? 2020માં તેની ‘બાગી-3’રજૂ થયેલી અને પછી પરદા પર આવવાનું જ બાકી રહી ગયું. હવે 2023માં તે નવી ગીલ્લી, નવો દાવ રમશે. તેની ‘ચાલબાજ ઈન લંડન’ફિલ્મ બનીને તૈયાર છે.

પંકજ પરાશરે વર્ષો પહેલાં ‘ચાલબાઝ’‘બનાવેલી અને તેમાં શ્રીદેવી હતી હવે શ્રધ્ધા છે. પંકજ પરાશર હમણાંના વર્ષોમાં કોઈ ફિલ્મ નથી બનાવી ત્યારે આમાં જાદુ કરી શકશે? પણ હા, રણબીર કપૂર સાથેની ‘તું જૂઠી મેં મક્કાર’ફિલ્મ પાસે તે વધારે આશા રાખી શકે. લવ રંજને અત્યાર સુધી આ ફિલ્મનું નામ નહોતું આપ્યું, હવે આપ્યું છે. રણબીર સાથે તેની પહેલી જ વાર જોડી બની છે. એ ફિલ્મનું પોસ્ટર આવી ચુક્યું છે જેમાં આર.કે.ની યાદ અપાવે એવું છે. રાજ કપૂરના હાથમાં નરગીસ ઝૂકેલી, રિશી કપૂરના હાથમાં ડિમ્પલ ઝૂલેલી અને હવે રણબીરના હાથમાં શ્રધ્ધા કપૂર ઝૂલી છે. ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ છે અને બોની કપૂર પણ આ ફિલ્મ જો કમાલ કરી જાય તો શ્રધ્ધા ફરી પાછી પોતાની જગ્યા પર આવી જશે.

શ્રધ્ધાએ પ્રભાસ જેવા સાઉથના સ્ટાર્સ સાથે કામ કર્યું તો પણ તેને સફળતા ન મળી. વરુણ ધવન સાથેની ‘બત્તી ગુલ મિટર ચાલું’થી તેનું મિટર ચાલુ ન થયું. શ્રધ્ધા કરે છે કે હું તો મારી દરેક ફિલ્મમાં 100 ટકા મહેનત કરું છું પણ ફિલ્મ ચલાવવાનો કસબ અમારી પાસે નથી હોતો. મેં ક્યારેય પરિણામ પર ફોક્સ કર્યું જ નથી. સફળતા-નિષ્ફળતા આપણા હાથની વાત નથી હોત. ‘સ્ત્રી’ખૂબ સફળ રહેલી ત્યારે હું ય વિચારતી થઈ ગયેલી કે એ ભલે સફળ રહે પણ બીજી ફિલ્મો શું કામ નિષ્ફળ રહી? ‘હૈદર’ફિલ્મમાં ખૂબ સારું કામ કરલું. વિવેચકોને ગમી પણ પ્રેક્ષકોને ખાસ ન લાગી. કામ કરવું મારા હાથની વાત છે અને બસ એજ કરું છું બાકી ‘સાહો’નિષ્ફળ જાય તેમાં હું શું કરી શકું? હવે રણબીર સાથેની ફિલ્મ માટે રાહ જોઉં છું. રણબીર એક ખૂબ સારો અભિનેતા છે એટલે સારા પરિણામની આશા છે. દરેક સ્ટાર્સની કારકીર્દીમાં સારા- ખરાબ દિવસો આવે એની ચિંતા ન કરવાની. હું એક કલ્ચર્ડ એક્ટ્રેસ છું. મને ખોટા વિવાદો કે ઓછા કપડે ઝાઝી ચર્ચા મેળવવી ગમતી નથી. •

Most Popular

To Top