Gujarat Election - 2022

કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી હારી જતા ભાવુક બની રીતસર રડી પડ્યા

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરની દરિયાપુર બેઠક પરથી ચૂંટણી (Election) લડી રહેલા કોંગ્રેસના (Congress) ઉમેદવારની હાર થતાં તેઓ ભાવુક થઈ ગયાં હતાં અને તેમને મળવા ગયેલા કોંગ્રેસના ધારાસભ્યને જોઈ તેઓ તેમને ભેટીને રડી પડ્યા હતાં. આ વીડિયો (Video) હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરની દરિયાપુર બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર ગ્યાઉદ્દીન શેખનો ચૂંટણીમાં પરાજય થયો હતો. જ્યારે બીજી તરફ જમાલપુર-ખાડિયા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર ઇમરાન ખેડાવાળા વિજય બન્યા હતા.

ઇમરાન ખેડાવાલા ગ્યાસુદ્દીન શેખની ઓફિસે તેમને મળવા માટે પહોંચ્યા ત્યારે તેમને જોઈને ગ્યાસુદ્દીન શેખ ભાવુક થઈ ઇમરાન ખેડાવાલાને ભેટીને રડી પડ્યા હતાં. આ તબક્કે ઇમરાન ખેડાવાલાએ તેમને સાંત્વના આપી હતી. બીજી તરફ ગ્યાસુદિન શેખે જીત મળવા બદલ ઇમરાન ખેડાવાળાને અભિનંદન આપ્યાં હતાં. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ તરફથી ગ્યાસુદીન શેખ અને ભાજપ તરફથી કૌશિક જૈન ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં ભાજપના કૌશિક જૈનને 61,490 મત મળ્યાં હતાં. જ્યારે કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખને 56,005 વોટ મળ્યાં હતાં. ભાજપના ઉમેદવાર 5,485 વિજય બન્યા હતાં.

Most Popular

To Top