Business

ચાઈનીઝ લોન એપ કેસમાં EDની કાર્યવાહી: પેટીએમ, રેઝરપે અને કેશફ્રીના કરોડો રૂપિયા જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) 46.67 કરોડ રૂપિયાની ડિપોઝિટ રોકવાના કેસમાં કેટલાક ચોક્કસ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ્સ (ગેટવે) સામે પગલાં લીધાં છે. પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ જેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે તે છે Ezbuzz, Razorpay, Cashfree અને Paytm પ્લેટફોર્મ છે. આ સંદર્ભમાં 14 સપ્ટેમ્બરે દિલ્હી, મુંબઈ, ગાઝિયાબાદ, લખનૌ અને ગયામાં આરોપીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.

  • EDએ મની લોન્ડરિંગ કેસમાં 46.67 કરોડ રૂપિયાની ડિપોઝિટ રોકવાના કેસમાં કેટલાક ચોક્કસ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ્સ સામે પગલાં લીધાં
  • તપાસના સંદર્ભમાં બેંકો અને પેમેન્ટ ગેટવેના દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, પુણે, ચેન્નઈ, હૈદરાબાદ, જયપુર ખાતે સ્થિત 16 પરિસરોમાં પણ સર્ચ અભિયાન ચલાવાયું

EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘HPZ’ નામના એપ-આધારિત ટોકન અને સંબંધિત સંસ્થાઓ વિરુદ્ધ તપાસના સંદર્ભમાં બેંકો અને પેમેન્ટ ગેટવેના દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, પુણે, ચેન્નઈ, હૈદરાબાદ, જયપુર ખાતે સ્થિત 16 પરિસરોમાં પણ સર્ચ અભિયાન ચલાવાયું હતું. જોધપુર, બેંગલુરુમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું. નાગાલેન્ડમાં કોહિમા પોલીસની સાયબર ક્રાઈમ વિંગ દ્વારા ઓક્ટોબર 2021માં આ મામલામાં એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે સર્ચ દરમિયાન ગુનામાં સંડોવણી દર્શાવતા ઘણા દસ્તાવેજો મળી આવ્યા હતા જે જપ્ત કરવામાં આવ્યા હતા. ઈઝ બઝ (Ezbuzz) સાથે રૂ. 33.36 કરોડ, રેઝર પે (Razorpay) સાથે રૂ. 8.21 કરોડ અને કેશફ્રી (Cash Free) સાથે રૂ. 1.28 કરોડ રૂપિયા મળ્યા છે.

તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ચાઈનીઝ લોન એપ કેસના સંબંધમાં તાજેતરના દરોડા પછી EasyBuzz, Razorpay, Cashfree અને Paytmના વિવિધ બેંક ખાતાઓ અને ખાતાઓમાં રાખવામાં આવેલા 46.67 કરોડ રૂપિયા શોધી કાઢ્યા છે અને ફ્રીઝ કર્યા છે. તપાસમાં Ezbuzz Pvt Ltd પુણેમાંથી કુલ રૂ. 33.36 કરોડ, Razorpay Software Pvt Ltd બેંગ્લોરમાંથી રૂ. 8.21 કરોડ, Cashfree Payments India Pvt Ltd બેંગ્લોરમાંથી રૂ. 1.28 કરોડ અને Paytm પેમેન્ટ્સ સર્વિસ લિમિટેડ દિલ્હીમાંથી રૂ. 1.11 કરોડ મળી આવ્યા હતા.

આ મહિનાની શરૂઆતમાં એજન્સીએ ચીની વ્યક્તિઓ વતી એપ-આધારિત ધિરાણ કંપનીઓના આચરણમાં કથિત અનિયમિતતાના સંબંધમાં રેઝરપે, પેટીએમ અને કેશફ્રીના બેંગલુરુ સ્થિત પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 17 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં 14 સપ્ટેમ્બરના રોજ દિલ્હી, મુંબઈ, ગાઝિયાબાદ, લખનૌ અને ગયામાં આરોપી કંપનીઓના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ મની લોન્ડરિંગ કેસ એપ બેસ્ટ ટોકન HPZ સાથે સંબંધિત છે.

આ સમાચાર સામે આવ્યા બાદ કેશફ્રી પેમેન્ટ્સના પ્રવક્તાએ કહ્યું કે અમે આ મામલે ED દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં સહયોગ કરવાનું ચાલુ રાખીશું. આ કિસ્સામાં Paytm વતી કહેવામાં આવ્યું છે કે લોન એપ કેસમાં ED દ્વારા જપ્ત કરવામાં આવેલી રકમ તેની નથી. સ્વતંત્ર વેપારીઓના ખાતામાં પડેલી આ રકમ છે જેની તપાસ ચાલી રહી છે. તે જ સમયે EDએ આ કેસમાં એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે HPZ ટોકન્સ દ્વારા માઇનિંગ બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બદલામાં ગ્રાહકોને મોટો નફો આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top