Columns

કર્તવ્ય કાલ પહેલાનાં બાકી રહેલા કર્તવ્યો

દેશમાં કર્તવ્યકાલનો નવો યુગ શરૂ થયો છે, તેથી અમૃતકલમાં જે બન્યું તેની ટીકાટિપ્પણી કરવી ઉપદેશક બની શકે છે. 2017માં વડા પ્રધાનના કહેવા પર નીતિ આયોગે પાંચ વર્ષીય યોજના બનાવવાનું શરૂ કર્યું. તે જ વર્ષે ઓગસ્ટમાં નરેન્દ્ર મોદીએ પ્રતિજ્ઞા લીધી અને અન્ય લોકોને પણ તે જ પ્રતિજ્ઞાનું પાલન કરવા કહ્યું. પ્રતિજ્ઞા હતી કે 2022 સુધીમાં દેશને ‘ન્યૂ ઈન્ડિયા’ બનાવાશે. મોદી યુગમાં, નવા જાણીતા આયોજન પંચ એટલે કે નીતિ આયોગે આ માટે પ્રથમ તમામ મંત્રાલયો, રાજ્યો, વ્યક્તિઓ અને અન્ય સંસ્થાઓની સલાહ લીધી અને પછી 200 પાનાનો દસ્તાવેજ તૈયાર કર્યો. આ દસ્તાવેજ માટે કુલ 1,400 જેટલા ‘ભાગીદારો’ની સલાહ લેવામાં આવી હતી અને વડા પ્રધાન મોદીએ આ યોજનાનાં દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા. દસ્તાવેજમાં લખાયું હતું કે, ‘ યોજનામાં દર્શાવેલા લક્ષ્યોને હાંસલ કરવા માટે, દેશના નાગરીકોની આકાંક્ષાઓ પૂરી કરવા આપણી તાકાતને એક કરીએ’

અર્થતંત્ર માટે નિર્ધારિત મુખ્ય લક્ષ્યોમાં ‘GDP 8% વૃદ્ધિ, રોકાણમાં 36%, ટેક્સ-GDP વધારો 22%, મહિલાની શ્રમ ભાગીદારી 30%’નો સમાવેશ થાય છે. રોજગારી દર વધારવો, ખેડૂતોની આવક બમણી કરવી અને ‘મેક ઇન ઈન્ડિયા’ દ્વારા મેન્યુફેક્ચર સેક્ટરમાં વૃદ્ધિ બમણી કરવી.આ લક્ષ્યો-આકાંક્ષાનું શું થયું તે જાણીએ છીએ અને આ કોલમમાં ઘણી વખત ચર્ચા કરવામાં આવી છે. પરંતુ તેને ફરીથી યાદ કરવું જરૂરી લાગે છે.જાન્યુઆરી 2018 માં પહેલેથી જ GDP વૃદ્ધિ દરમાં લગભગ સતત ઘટાડો શરૂ થઈ ગયો હતો. કારોના મહામારીનાં 13 ક્વાર્ટર પહેલા, 2019-20ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં તે ઘટીને 3.1% પર આવી ગયો હતો. આંકડાઓ અંગે ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકારના સૂચનો હતા તેમણે કહ્યું કે આ આંકડાઓ 2% કે તેથી વધુ દરે હતા. પછી કોરોના આવ્યો અને આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ અને જીડીપી વૃદ્ધિ નેગેટીવ થઈ. આ રીતે આપણે વિકાસના 2 વર્ષ ગુમાવ્યા. જો આ વર્ષે આપણે 8%નાં દરે વૃદ્ધિ પામીએ તો પણ તે નુકસાનની ભરપાઈ નહીં થશે.

રોકાણનો દર જ્યાં હતો ત્યાં જ છે, એટલે કે 30%થી નીચે. ટેક્સ-જીડીપી રેશિયો 2019માં 11%થી ઘટીને 2020માં લગભગ 10% થઈ ગયો હતો અને ફ્યુલ ટેક્સમાં મોટાપાયે વધારો થવા છતાં તે ઘટીને લગભગ 11% થઈ ગયો છે. સ્પષ્ટ નથી કે નીતિ આયોગે ભારતના કોર્પોરેટ સેકટરને ડાયરેક્ટ ટેક્સ રીલીફ આપ્યા પછી પણ 2019માં ટેક્સ-જીડીપી રેશિયો 22% કેવી રીતે માની લીધો! શ્રમ દળ(લેબર ફોર્સ)ની સહભાગિતા પર સેન્ટર ફોર મોનિટરિંગ ધ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)એ આ બાબતે વિગતવાર સ્ટોરી કવર કરી છે. આર્થિક સર્વેક્ષણના આંકડા સમાન છે અને ભારતમાં શ્રમ દળની સહભાગીતા દર 40% છે, જે દક્ષિણ એશિયામાં સૌથી ઓછો અને ચીન અને વિયેતનામ કરતા અડધો છે. આ બંને દેશોમાં શ્રમ દળની ભાગીદારી 70 ટકાથી વધુ છે.

સરકારના પોતાના આંકડાઓ પણ સમાન ચિત્ર દર્શાવે છે અને ચિંતાજનક બાબત એ છે કે દરોમાં લાંબા ગાળાનો ઘટાડો જેને સરકારે ક્યારેય સ્વીકાર્યો નથી અને તેથી તેને સુધારવા માટે કોઈ પગલાં લીધાં નથી. નિઃશંકપણે, લેબર ફોર્સમાં મહિલાઓની ઓછી ભાગીદારી સમસ્યાનું મુખ્ય કારણ હોય શકે પણ નોકરીઓ ન હોવાને કારણે પુરુષોની ભાગીદારી પણ એટલી સારી નથી રહી. સંબંધ જ્યાં સુધી ડેટા સબમિશનનો છે, આ મુદ્દો અગાઉ પણ આ કોલમમાં ઉઠાવવામાં આવ્યો છે, અગાઉના મુખ્ય આર્થિક સલાહકારની વારંવાર વિનંતીઓ છતાં સરકારે આ ડેટા જાહેર કર્યો નથી. ખાસ કરીને બેરોજગારીના આંકડાઓ પર, નીતિ આયોગે પોતે જ નેશનલ સેમ્પલ સર્વે (NSS) ના અહેવાલને નકારી કાઢ્યો હતો જેમાં બેરોજગારીનો દર રેકોર્ડ 6 ટકા હોવાનું કહેવાયું હતું. આ આંકડો પણ ચૂંટણી પરિણામો પછી જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારથી બેરોજગારીનો દર સતત 6 ટકાથી ઉપર રહ્યો છે.

29 ડિસેમ્બર 2019 ના રોજ, PTIએ એક ખબરમાં જણાવ્યું હતું કે, ‘સ્ટેટેસ્ટીક મિનીસ્ટ્રીએ 28 સભ્યોની સમિતિની રચના કરી છે જે ડેટાની ગુણવત્તાનું ધ્યાન રાખશે. મુખ્ય આંકડાશાસ્ત્રી પ્રણવ સેનને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ સમિતિમાં સતત રાજકીય દખલગીરી માટે સરકારની ટીકા પણ કરવામાં આવી હતી અને સેને એમ પણ કહ્યું હતું કે, “સમિતિની પ્રથમ બેઠક 6 જાન્યુઆરી, 2020ના રોજ યોજાશે. આ બેઠકનો એજન્ડા ઘણો વિશાળ છે. આવતા મહિને મળનારી મીટીંગમાં જ તેના વિશે ખબર પડશે.” આ પછી આ સમિતિનું શું થયું તે કોઈને ખબર નથી.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ કોઈ વૃદ્ધિ થઈ ન હતી અને તેના બદલે ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલા જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો 16% થી નીચે ગયો હતો. આજે તે 13% છે. આ સેક્ટરમાં નોકરીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ઓટોમોબાઈલ સેક્ટરનો વિકાસ, જે કુલ ઉત્પાદનમાં અડધાથી વધુ હિસ્સો ધરાવે છે, તે પણ છેલ્લા એક દાયકામાં સ્થિર રહ્યો છે. ભારતમાં 2014-15માં કુલ 3.4 મિલિયન વાહનો (ઘરેલું અને વિદેશી બજાર સંયુક્ત રીતે) બનાવવામાં આવ્યા હતા, 2019-20માં પેન્ડેમિક પહેલા આ સંખ્યા 3.4 મિલિયન જેટલી હતી. છેલ્લા ત્રણ વર્ષની એવરેજ પર નજર કરીએ તો, આ સેક્ટરની સપ્લાય ચેઇનની સમસ્યાઓ દૂર કર્યા પછી પણ માંગને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યું છે અને હજુ પણ તેટલી જ સંખ્યામાં વાહનો બનાવી રહ્યું છે.

‘સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સે’ કોરોના પહેલા માર્ચ 2020 સુધીની તેની ગ્રોથ રેટને ધ્યાનમાં રાખીને 2021માં સરકારને SOS વિનંતી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું કે ઈન્ડિયન ઓટોમોબાઈલ સેક્ટરમાં લાંબા ગાળાથી ગાઢ રીતે મંદી ચાલી રહી છે. આનું કારણ જાણવા માટે મોટાપાયે સંશોધનની જરૂર હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ સંશોધન ફક્ત તે વિષયો પર થાય અથવા એવી સમસ્યાઓ પર થઈ શકે છે જેને આપણે સ્વીકારીએ. પણ સરકાર નથી માનતી કે મંદી છે.

ખેડૂતોની આવક પણ બમણી થઈ નથી. રિઝર્વ બેન્કના કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે પર નજર કરીએ તો છેલ્લા 7 વર્ષથી આર્થિક સ્થિતિ, બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે. (માર્ચ-એપ્રિલ-2019ને છોડી) ગત વર્ષે નિકાસને સફળતાની કથા તરીકે રજૂ કરવામાં આવી હતી, જ્યારે 2014થી તે સતત વધી રહી છે. ભારતે 2014માં $300 બિલિયનની નિકાસ કરી હતી. 2021-22માં કોરોના પ્રતિબંધો હટાવ્યા બાદ વૈશ્વિક વેપારમાં પણ 23 ટકાનો ઉછાળો આવ્યો હતો. પરંતુ હવે તે તેજી બંધ થઈ ગઈ છે અને નિકાસ ફરી નેગેટિવ થઈ ગઈ છે.

આ ન્યૂ ઈન્ડિયા @75નો રેકોર્ડ છે. 2023નું અડધું વર્ષ પસાર થઈ ગયું છે, પરંતુ આ પંચવર્ષીય યોજનાનો કોઈ ઉલ્લેખ નથી. નીતિ આયોગે જે હાંસલ કરવું જોઈતું હતું તે હાંસલ કરવા કે ન હાંસલ કરવાના કારણો અથવા ભવિષ્ય માટે શું તૈયારી કરી શકાય છે તે જણાવ્યું નથી. આ બધા ઉપરાંત હવે વડાપ્રધાને તેનું નામ બદલીને અમૃતકાલ રાખ્યુ છે. અમૃતકાલ એટલે કે શાશ્વત યુગ જેને કહેવામાં આવે છે તે દેખીતી કોઈપણ રીતે શાશ્વતતા નહોતી અને હવે ફરજ કાલ આપણી સામે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top