SURAT

ડુંભાલમાં ચાલુ સીટીબસમાં આગ લાગતા અફરા-તફરી

સુરત : બુધવારે સાંજે ડુંભાલ (Dumbhal) વિસ્તારમાં ચાલુ સીટીબસમાં (City Bus) આગ (Fire) લાગવાની ઘટના બની હતી. સીટીબસમાં અચાનક જ આગ લાગતા બસ ડ્રાઈવરે તુંરત બસ થોભાવી હતી અને ફાયરમાં ઘટના અંગે જાણ કરી હતી. જેથી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.પ્રાપ્ત વિગત મુજબ, ડુંભાલ વિસ્તારમાં કબુતર સર્કલ પાસેથી સીટીબસ પસાર થઈ રહી હતી. સીટીબસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતા જ સીટીબસ ચાલકે બસ ઉભી રાખી હતી અને તાકીદે બસમાં સવાર મુસાફરોને (Passengers) નીચે ઉતાર્યા હતા. બસ ચાલકે ફાયરમાં જાણ કરતા ડુંભાલ ફાયર સ્ટેશનથી ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. બસ ડ્રાઈવરની સમય સુચકતાને કારણે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

અલથાણ રોડ પર પાણીની લાઇનમાં લીકેજ થતા તંત્ર દોડતુ થયું
સુરત : અઠવા ઝોનમાં અલથાણ રોડ પર દેવરાજ રેસિડેન્સી નજીક મનપાની પાણી લાઇનમાં સવારે લીકેજ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. અઠવા ઝોનના પાણી વિભાગે લીકેજ રિપેર માટે અણુવ્રત દ્વારના સાઇકલ સર્કલથી દેવરાજ રેસીડન્સી સુધીનો એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી ખોદકામ શરૂ કરાયું હતું. રહીશોને સમયસર પાણી સપ્લાય કરી શકાય તે માટે પાલિકાએ 15 ફૂટ ઊંડા ખાડા કરી રિપેર કામગીરી શરૂ કરી હતી.જે સાંજે જ પૂર્ણ થઇ જતાં વિભાગે હાશકારો અનુભવ્યો હતો.

Most Popular

To Top