National

રસીના બેઉ ડૉઝ અલગ અલગ કંપનીના ચાલે? બ્રિટને ટ્રાયલ શરૂ કરી

યુકેના આરોગ્ય પ્રધાને ગુરુવારથી વિશ્વનું પ્રથમ કોરોના રસીની નવી ટ્રાયલ શરૂ કરી છે. જેમાં, લોકોને પહેલો ડોઝ અલગ રસીનો અને બીજો ડોઝ અલગ રસીનો આપવામાં આવશે. ત્યારબાદ કોરોના વાયરસ સામે રસીથી ઇમ્યુનિટી પર થતી અસર તપાસવામાં આવશે.

સરકાર 7 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરી આ ટ્રાયલમાં પહેલો અને બીજા ડોઝના ઉપયોગના પ્રભાવોની માહિતી મેળવવામાં આવશે.

જેમાં ઉદાહરણ તરીકે પહેલો ડોઝ ઓક્સફોર્ડ યુનિવર્સિટી / એસ્ટ્રાઝેનેકાની રસીનો ઉપયોગ, ત્યારબાદ બીજા ડોઝ માટે ફાઇઝર / બાયોએનટેકની રસીનો ઉપયોગ કરવો.

આ નેશનલ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ ઇવેલ્યુએશન કન્સોર્ટિયમ (એનઆઈએસઈસી) દ્વારા આઠ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ (એનઆઈએચઆર)ની સહાયિત સાઇટ્સ પર ચલાવવામાં આવી રહ્યું છે અને તેમાં મિશ્ર-રસી પદ્ધતિ માટે પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેના અલગ અલગ અંતર પર ઇમ્યુનોલોજિકલ પુરાવા એકત્રિત કરવામાં આવે છે.

આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્લિનિકલ ટ્રાયલ છે જે રસીના અલગ અલગ ઉપયોગમાં સલામતી વિશે વધુ મહત્વપૂર્ણ પુરાવા પ્રદાન કરશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top