નવસારી જીલ્લામાં બેવડી સદી, નવા 215 કેસ અને એકનું મોત

navsari : નવસારી જિલ્લામાં કોરોના ( corona) એ ગુરૂવારે પણ વધુ એક સદી નોંધાવી હતી. જિલ્લામાં ગુરૂવારે કુલ 135 કેસ નવા નોંધાયા હતા, તો એક દર્દીનું મોત થયું હતું. જિલ્લામાં એક્ટિવ કેસો ( active cases) વધીને 1192 થયા છે. જોકે ગુરૂવારે વાંસદા તાલુકામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. એ સારી નિશાની કહેવી કે વાંસદા તાલુકામાં ટેસ્ટ જ બંધ કરી દેવાયા અને તેને કારણે એક પણ કેસ નોંધાયો ન હોય એવી આશંકા પણ રહે છે.


છેલ્લા ઘણા દિવસથી નવસારી જિલ્લામાં દરરોજ કોરોનાના નવા કેસ સદી ફટકારતા રહ્યા છે. સૌથી વધુ કોરોનાના નવા કેસ મંગળવારે 160 કેસ નોંધાયા બાદ બુધવારે 136 કેસ નોંધાયા હતા. મોડી સાંજે એ યાદી સુધારીને નવસારી જિલ્લામાં બુધવારે 216 કેસ નોંધાયા હોવાનું જણાવ્યું હતું. જેમાં ચીખલી તાલુકામાં 69, વાંસદા તાલુકામાં 10 અને ગણદેવી તાલુકામાં 1 કેસ વધુ નોંધાયા હતા. જ્યારે ગુરૂવારે 135 કેસ નોંધાયા છે, આ પૈકી સૌથી વધુ કેસ ગણદેવી તાલુકામાં 38 નોંધાયા છે, નવસારી તાલુકામાં 37, જલાલપોર તાલુકા અને ચીખલી તાલુકામાં 27-27, ખેરગામ તાલુકામાં 6 અને વાંસદા તાલુકામાં એક પણ નવો કેસ નોંધાયો ન હતો.એ ઉપરાંત આજે એક જ દિવસમાં કોરોના એક દર્દીને ભરખી ગયો હતો, જેમાં ચીખલી તાલુકાના ઘેજ ગામના નાના ફળિયામાં રહેતા આધેડનો સમાવેશ થાય છે.


અત્યાર સુધીમાં કોરોનાના 244938 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 238717 સેમ્પલ નેગેટીવ ( negetive sample) રહ્યા હતા, જ્યારે 4728 ના ટેસ્ટ પોઝિટિવ ( positive test) આવ્યા હતા. ગુરૂવારે લેવાયેલા 1493 સેમ્પલમાંથી 135 દર્દીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. એ સાથે જ અત્યારે જિલ્લામાં કોરોનાના 1192 એક્ટિવ કેસો છે. આજે વધુ 135 કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં કુલ 3411 દર્દીઓને સાજા થઇ ગયા છે, જ્યારે 125 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.


ડાંગ જિલ્લામાં આઠ નવા કેસ : સાત દર્દીઓ સાજા થયા, વૃધ્ધનું મોત
ડાંગ જિલ્લામાં આજે આઠ નવા કેસ નોંધાયા છે. જેની સામે સાત દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જ્યારે વધુ એક વૃધ્ધનું કોરોનાનાં કારણે મૃત્યુ થતા કુલ મરણઆંક 23 પર પહોચ્યો છે.ડાંગ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં કુલ 561 કેસ નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 466 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે 95 કેસ એક્ટિવ છે. આ એક્ટિવ કેસો પૈકી 15 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 5 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવધામ)માં અને 75 દર્દીને હોમ આઇસોલેશનમાં છે. ડાંગ જિલ્લામાં આજેઆઠ નવા કેસ નોંધાયા છે. જ્યારે આહવાનાં 65 વર્ષીય વૃધ્ધનું કોરોનાનાં કારણે મોત નિપજ્યું હતું.

Related Posts