Columns

સંતાનોની મિસ બિહેવિયરને નજર અંદાજ ન કરો

સાત વર્ષનો કુણાલ છેલ્લા થોડા મહિનાઓથી બહુ બદલાઈ ગયો છે. વાતે વાતે ઇરીટેટ થવું, પેરેન્ટસની વાત ન માનવી, મનઘડંત વાતો કરવી આ બધું જાણે દરરોજની જ કહાની. પહેલાં તો એ અન્ય બાળકો સાથે હળીમળીને રમતો હતો પરંતુ હવે એની ફરિયાદો આવવા માંડી છે. દરેક જવાબદાર પેરેન્ટસની જેમ કુણાલનાં માતાપિતાને પણ ચિંતા થાય એ બહુ સ્વાભાવિક છે.
મોટા ભાગે બાળકો મોટાં થતાં જાય એમ એમની જીદ કે ગુસ્સાની આદતને એના ગ્રોઇંગ અપ યર્સનો ભાગ માની પેરેન્ટસ ઇગ્નોર કરે છે પરંતુ બાળકોના દુર્વ્યવહારને અવગણવો ખોટું છે એ સંતાનના વ્યક્તિત્વ માટે પણ સારું નથી. સંતાનોના બિહેવિયર સંબંધી કયા મુદ્દાઓને અનદેખા ન કરવા જોઈએ?
અન્ય બાળકો સાથે
મીસ બિહેવિયર
બાળકો લડાઈઝઘડા ન કરે તો કોણ કરશે? એ બહુ સામાન્ય છે પરંતુ એક જવાબદાર પેરેન્ટસ તરીકે તમે સારી રીતે જાણો અને સમજો છો કે કયાં લાઈન ક્રોસ થઇ રહી છે? જયારે બાળક બીજા બાળક કે પોતાનાં ભાઈબહેનને મારે, ધક્કો મારે કે એગ્રેસિવલી બિહેવ કરે તો આ વાત તમારે ઈગ્નોર ન કરવી જોઈએ. ઘણી વાર ‘બાળક છે, બાળક તો આવું કરે’ એમ કહી કયાંક ને કયાંક પેરેન્ટસ સંતાનના ખોટા વર્તનને અજાણતાં પ્રોત્સાહન આપે છે. જયાં એકશન લેવાનું કે સ્ટ્રિકટનેસ જરૂરી હોય ત્યાં તરત જ લો.
સિલેકિટવ હિયરીંગ
બાળકો નાનાં હોય ત્યારે તો માતાપિતાની વાત ધ્યાનથી સાંભળે છે પરંતુ જેમ જેમ મોટાં થતાં જાય તેમ તેમ બહારનાં લોકો અને TV ના સંપર્કમાં આવવાથી ઘણી વાતો શીખી લે છે. એમાંથી જ એક છે સિલેકિટવ હિયરીંગ એટલે કે જે વાત પોતાને પસંદ હોય એ જ સાંભળવી અને ન ગમતી વાતો સાંભળી – ન સાંભળી કરી એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢવી. જો તમે સંતાનમાં આ પ્રકારની બિહેવિયર નોટિસ કરો તો એને અવગણો નહિ. બેસીને શાંતિથી સમજાવો કે આ બરાબર નથી અને આ પ્રકારનું વર્તન આગળ જતાં કેવી મુસીબતો સર્જી શકે છે.
દરેક વાતે જવાબ આપવો
પેરેન્ટસની ફરજ છે કે સંતાનને યોગ્ય રસ્તો બતાવે અને સમયાંતરે એના માટે શું યોગ્ય- અયોગ્ય છે તે જણાવે પરંતુ વધતાં બાળકો પાસે દરેક વાતનો જવાબ હોય છે. ઘણી વાર તમે તમારા ફ્રેન્ડઝ સાથે વાતો કરતાં હો ત્યારે અટેન્શન મેળવવા માટે વાતે વાતે વચ્ચે બોલવું કે ટોકવાની આદતને મોટિવેટ કરવાને બદલે સંતાનને આ વ્યવહાર બરાબર નથી એ બતાવવું જરૂરી છે.
કેટલાંક લોકો સંતાનની તરત જવાબ આપવાની આદતને સ્માર્ટનેસ કે હાજરજવાબી ગણાવે છે તો કેટલાંક ઓવર સ્માર્ટનેસ કહે છે. કયાં, કયારે અને કોની સમક્ષ કેટલું બોલવું અને કયાં ચૂપ થઈ સાંભળવું એ વાત જો બાળકને બાળપણથી જ ખબર હોય તો આગળ જતાં એને માટે બાબતો ઘણી હદે સરળ થઇ જશે એ તો ચોક્કસ જ છે.
વાતે વાતે ગુસ્સો કરવો
ખોટી વાત પર રીએકટ કરવું બરાબર છે પરંતુ સંતાન વાતે વાતે કે મોટા ભાગે ગુસ્સામાં રહેતું હોય તો કયાંક નેે કયાંક તો કોઇ ગરબડ છે. ક્યાં તો ફ્રેેન્ડઝ સાથે એડજસ્ટ થવામાં એને મુશ્કેલી પડે છે. ક્યાં તો ઘરના ખરાબ માહોલની તેના પર અસર પડે છે. કારણ ગમે તે હોય બંને પરિસ્થિતિમાં એની સાથે બેસી ઇશ્યુને સમજવાની અને એનો ઉકેલ લાવવાની રીતો શોધો.
બીજાને બ્લેમ કરવા:
બાળકો ભોળાં અને નિર્દોષ હોય છે પરંતુ ધીરે ધીરે સમાજના તોરતરીકા સમજવા અને અપનાવવા એમને પણ વાર લાગતી નથી. વધારી વધારીને વાત કરવાની હોય કેે પોતાની ભૂલનો ટોપલો બીજા પર તરત જ ઢોળી દેવાની પરિસ્થિતમાં સત્ય જાણી લીધા બાદ તમારે એના વર્તનને પ્રોત્સાહન આપવું ન જોઇએ. જયાં ભૂલ હોય ત્યાં એને ભૂલનો અહેસાસ કરાવો, એને સમજાવો કે ભૂલ માની એને સુધારવી કેટલી જરૂરી છે. આ વાતો ભલે નાની નાની લાગતી હોય પરંતુ સંતાનના ઘડતરમાં એનો મહત્ત્વનો રોલ હોય છે.
પોતાને માટે નિર્ણય લેવો
બાળકોના ગ્રોથ અને કોન્ફિડન્સ બિલ્ડિંગ માટે જરૂરી છે કે એમને કેટલીક વસ્તુઓ સ્વતંત્રપણે કરવા દેવાય દા.ત. પોતાના ફ્રેન્ડઝ સાથે પ્રોબ્લેમ સોલ્વ કરવાની કે કેટલાક નાના નિર્ણયો લેવાની.પરંતુ જો તમે નોટિસ કરો કે તમે બાળક દરેક બાબતમાં જાતે નિર્ણય લે છે તો એને એ સમજાવો કે એણે આ સ્ટેજ પર માતાતપિતાએ બાતવેલા રસ્તા પર જ ચાલવાનું છે જ્યારે બાળકોની ભૂલોને સતત ઇગ્નોર કરવામાં આવે છે ત્યારે બાળકોને પ્રોત્સાહન મળે છે. જેને કારણે તેઓ ઉંમર અને સમય પહેલાં જ પોતાને માટે કેટલાક એવા નિર્ણયો કરે છે જે તેમને માટે નુકસાાનકારક હોઇ શકે છે.
એગ્રેસિવ બિહેવિયર
બાળકોમાં ઘણા પ્રકારની આક્રમકતા હોઇ શકે છે. પોતાના સાથીઓને પરેશાન કરવાની માંડીને જાનવરોને પજવવા, પબ્લિક, પ્રોપર્ટીને નુકસાન કરવું, સ્કૂલે ન જવું. આ બધું કન્ડકટ ડિસઓર્ડરની શ્રેણીમાં આવે છે. એ બાળપણ અને ટીનએજ બંનેમાં વિકસિત થઇ શકે છે. આવા વર્તનને સમયસર રોકવામાં ન આવે તો એ સંતાનની શૈક્ષિણક સામાજિક અને ફેમિલી લાઇફ પર નિ:સંદેેહ અસર પાડી શકે છે.

Most Popular

To Top