World

અમેરિકાના ટાઇમ્સ સ્ક્વેર પર દિવાળીની ઉજવણી શરૂ, હેરિસ અને ટ્રમ્પે કર્યું કાર્યક્રમોનું આયોજન

દિવાળીનો તહેવાર (Diwali Festival) માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેને લઈને ઘણો ઉત્સાહ જોવા મળે છે. ભારતમાં (India) દિવાળીનો પૂરેપૂરો માહોલ જામે તે પહેલા જ અમેરિકામાં (America) આ તહેવારની ઉજવણી શરૂ થઈ ગઈ છે. અમેરિકાના આઇકોનિક ‘ટાઈમ્સ સ્ક્વેર’થી (Times Square) દિવાળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Trump) શુક્રવારે પોતપોતાના આવાસ પર લાઇટ્સ ફેસ્ટિવલની ઉજવણી કરી હતી.

  • ભારતમાં દિવાળીનો પૂરેપૂરો માહોલ જામે તે પહેલા જ અમેરિકામાં આ તહેવારની ઉજવણી શરૂ થઈ ગઈ
  • અમેરિકાના આઇકોનિક ‘ટાઈમ્સ સ્ક્વેર’થી દિવાળીની ઉજવણી શરૂ થઈ
  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમની પત્ની ડૉ. જીલ બિડેને સોમવારે દિવાળીની ઉજવણી માટે ભારતીય-અમેરિકનોને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું

બિડેન વહીવટીતંત્ર સમગ્ર સપ્તાહ દરમિયાન દિવાળીની ઉજવણી કરશે
દેશભરમાંથી પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકનોએ ગુરુવાર રાતથી અમેરિકાની રાજધાની પહોંચવાનું શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે બિડેન પ્રશાસન અને સંસદના સભ્યો એક અઠવાડિયા સુધી દિવાળી ઉજવશે. હેરિસ અને તેના પતિએ શુક્રવારે પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકનો, રાજદ્વારીઓ અને વહીવટીતંત્રના સભ્યોને દિવાળીની ઉજવણી માટે ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમની પત્ની ડૉ. જીલ બિડેને સોમવારે દિવાળીની ઉજવણી માટે ભારતીય-અમેરિકનોને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું છે.

રાજધાની વોશિંગ્ટનમાં પણ દિવાળીની ઉજવણી
વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન 26 ઓક્ટોબરે વિદેશ મંત્રાલયમાં રાજદ્વારી સમુદાય સાથે દિવાળીની બીજી ઉજવણીનું આયોજન કરી રહ્યા છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રીઓ રાબેતા મુજબ હાજરી આપી રહ્યા છે. શુક્રવારે રિપબ્લિકન હિંદુ ગઠબંધનના લગભગ 200 ભારતીય-અમેરિકન સભ્યો ફ્લોરિડામાં માર-એ-લાગો ખાતે ટ્રમ્પના નિવાસસ્થાને એક કાર્યક્રમમાં હાજરી આપશે. નાઇટ ટાઇમ ઇવેન્ટમાં બોલિવૂડ ગીતો પર નૃત્ય જોવા મળશે અને મહેમાનોને ભારતીય ભોજન પીરસવામાં આવશે. હેરિસ અને ટ્રમ્પ બંને પોતપોતાના નિવાસસ્થાને ભારતીય સમુદાયને સંબોધિત કરે તેવી અપેક્ષા છે. બિડેન અને બ્લિંકન પણ આ જ રીતે દિવાળી ઉજવશે તેવી અપેક્ષા છે.

ચૂંટણી પહેલા દિવાળીની ઉજવણીનું મહત્વ
રાજકારણીઓ દિવાળીની ઉજવણી કરીને પ્રભાવશાળી ભારતીય-અમેરિકનોનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે જે નિર્ણાયક મધ્યસત્ર ચૂંટણીના માત્ર બે અઠવાડિયા પહેલા આવે છે. આ વર્ષે દિવાળીની ઉજવણી 15 ઓક્ટોબરે શહેરના મેયર એરિક એડમ્સ, સેનેટના બહુમતી નેતા સેનેટર ચક શૂમર અને ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલની હાજરીમાં ઐતિહાસિક ‘ટાઈમ્સ સ્ક્વેર’ ખાતે એક કાર્યક્રમ સાથે શરૂ થઈ હતી.

Most Popular

To Top