Charchapatra

ધર્મસ્થાનો પાછળ ખર્ચાતાં નાણાંને સમાજ તરફ વાળો

જીવનસરિતાને તીર કોલમમાં લેખક શ્રી દિનેશ પંચાલે સુંદર વાત લખી હતી. ‘પારસીઓએ પોતાનાં ધર્મસ્થાનો પાછળ અઢળક  ખર્ચ કરવાને બદલે વિશાળ સમાજ હિતાર્થે દ્રવ્યનો સદુપયોગ કર્યો છે. નાણાં સાથે માણસ પાસે વિવેકબુદ્ધિ અનિવાર્ય છે. દુનિયાનું સાચું હિત એમાં છુપાયેલું છે. આપણા દેશમાં અનેક ધર્મસ્થાનો અસ્તિત્વ ધરાવે છે. જેનો નિભાવખર્ચ મહિને હજારો કે લાખોમાં થાય. ધનશક્તિ અને જનશક્તિ બંનેનો દુર્વ્યય નર્યો વેડફાટ રાષ્ટ્રીય વિકાસ તો ઠીક, પણ ધર્મનો યોગ્ય પ્રચાર-સંદેશો ફેલાવવામાં પણ કેટલીક સંસ્થાઓ નિષ્ફળ નિવડી છે અને એમાંથી ઉપજયો કાંતિકારી સત્યશોધક વિચાર. અલબત્ત ધર્મસ્થળોમાં રચનાત્મક પ્રવૃત્તિ દૃષ્ટિમાન થાય છે, જે લોકકલ્યાણ માટે અનિવાર્ય ગણાય. સદ્દવૃત્તિ અને સમાજની દીવાદાંડી સ્વરૂપે ઝળહળતી રહે છે.

હવે આજે નિભાવખર્ચની સામે લોકકલ્યાણ પ્રવૃત્તિ જૂજ આ ધનશક્તિ માનવશક્તિ ને રાષ્ટ્રના દલિત પીડિતોના અસાધ્ય રોગોનો ભોગ બનેલ દર્દીઓના શ્રેયાર્થે ઉપયોગમાં લેવાય, તો આવી સંસ્થા સાચા અર્થમાં કલ્યાણકેન્દ્ર બને. ક્રાંતિકારી સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસનું ઘડતર, પોતાના ગુરુની યાદમાં કલકત્તા ખાતે એમણે બેલૂરમઠ સ્થાપ્યો છે જે કલકત્તા  જોવાની તક મળી. દેશ અને સમાજને જરૂરી છે આવાં કલ્યાણકારી ધર્મસ્થાનોની જે માત્ર પૂજા, અર્ચના, પાઠ કે અનુયાયીઓના વિરાટ કાફલાથી સંતોષ ન માને. ભલે આપણી પાસે કશું જ ન હોય તો પણ આપણે કોઇને સાચી સહાનુભૂતિ, દિલાસો અને ઉત્સાહ તો આપી જ શકીએ. દેશમાં ચાલતાં કેટલાંક કેન્દ્રો પ્રેરણાદાયક છે.
સુરત     – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top