World

અમેરિકામાં તોફાન, પૂર અને ભૂસ્ખલનના કારણે તબાહી, કેલિફોર્નિયામાં ઈમરજન્સી જાહેર

અમેરિકા: અમેરિકાના કેલિફોર્નિયામાં તોફાનને કારણે તબાહી સર્જાઈ છે. સધર્ન કેલિફોર્નિયાના મોન્ટેસિટોમાં હજારો લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ જો બિડેને કેલિફોર્નિયામાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. સોમવારે મોડી રાત્રે વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, બિડેને કેલિફોર્નિયામાં શક્તિશાળી તોફાન, પૂર અને ભૂસ્ખલનથી સર્જાયેલી કટોકટીની સ્થિતિને કારણે એલર્ટ જાહેર કર્યું છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમે શિયાળાના તીવ્ર વાવાઝોડાને કારણે લગભગ 40 મિલિયન રહેવાસીઓનું ઘર ધરાવતા સમગ્ર રાજ્ય માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી.

12 લોકોના મોત થયા
ગવર્નરના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ડિસેમ્બરના અંતથી અત્યાર સુધીમાં પૂર સહિતના તોફાનોને કારણે 12 લોકોના મોત થયા છે, જે છેલ્લા બે વર્ષમાં જંગલમાં લાગેલી આગથી થયેલા નાગરિકોના મૃત્યુની સંખ્યા કરતાં વધુ છે. ન્યૂઝમે જણાવ્યું હતું કે, “અમે શિયાળાના તોફાનોની વચ્ચે છીએ, અને કેલિફોર્નિયા જીવનને બચાવવા અને નુકસાન ઘટાડવા માટે દરેક સંસાધનોનો ઉપયોગ કરી રહ્યું છે.”

લાખો ઘરોમાં અંધકાર છવાયો
કેલિફોર્નિયામાં ભારે વરસાદ સાથે શિયાળુ તોફાન ચાલુ છે જેના કારણે રાજ્યભરના ઘણા વિસ્તારોમાં પૂર, રસ્તાઓ બંધ થઈ ગયા અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. કેલિફોર્નિયામાં લગભગ 100,000 ઘરો અને વ્યવસાયો સોમવાર સુધીમાં પાવર વિના હતા. ગવર્નરે કહ્યું, “અમે આ વાવાઝોડાઓથી ઉભા થયેલા જોખમને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ, અને અમે ખાતરી કરવા માંગીએ છીએ કે કેલિફોર્નિયાના લોકો જાગ્રત રહે.” યુએસ નેશનલ વેધર સર્વિસ (NWS) એ જણાવ્યું હતું કે લગભગ આખા કેલિફોર્નિયામાં કેટલાક અઠવાડિયામાં સરેરાશ કરતા વધુ વરસાદ જોવા મળ્યો છે. સરેરાશ કરતાં 400-600 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

સાન ફ્રાન્સિસ્કોમાં ક્રિસમસથી એટલે કે, 26 ડિસેમ્બરથી 25 સેન્ટિમીટરથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે મેમથ માઉન્ટેન, પૂર્વીય સિએરામાં પ્રખ્યાત સ્કી રિસોર્ટમાં લગભગ 10 ફૂટ હિમવર્ષા થઈ છે. હિમવર્ષાના કારણે લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી છે. ઉત્તરી કેલિફોર્નિયામાં મેન્ડોસિનો કાઉન્ટીમાં ગંભીર હવામાનને કારણે હજારો લોકો વીજળીથી વંચિત છે. રોડ પર વાહન વ્યવહાર પણ મુશ્કેલ બન્યો છે. શનિવારે, નેશનલ વેધર સર્વિસે ચેતવણી આપી હતી કે જો વરસાદ ચાલુ રહેશે તો સેન્ટ્રલ કેલિફોર્નિયા પૂરનું જોખમ બની શકે છે.

Most Popular

To Top