Charchapatra

સંતરામપુરમાં જમીન આપી છતાં પાણી ન મળ્યું

સંતરામપુર : સંતરામપુર તાલુકામાં નાની સિંચાઈ વિભાગ હસ્તક આવેલી મોટી ખરસોલી સિંચાઈ તળાવનું પાણી ખેડુતોને ખેતી માટે મળી રહે તેવા શુભ હેતુ સાથે મોટી ખરસોલી સિંચાઈ તળાવમાંથી કેનાલ કાઢવામાં આવી છે. પરંતુ આ કેનાલનું રીપેરીંગ ન થતાં સિંચાઇનું પાણી મોટી ખરસોલી ગામ સુધી જ પહોંચે છે. આગળના ગામોને પાણી પહોંચતું નથી. જેથી ખેડૂતોમાં રોષની લાગણી જન્મી છે. સંતરામપુર તાલુકાના મોટી ખરસોલી, એનદ્રા, બુધપુર, મહાપુરને ભુખી વિસતારના ગામોના ખેડુતોને સિંચાઈ માટે તળાવનું પાણી ખેતી માટે મળતું હતું.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સિંચાઈનું પાણી આ કેનાલની સાફસફાઈ વ્યવસ્થિત રીતે નહીં થતી હોવાનાં કારણે અટકી ગયું છે. કેનાલનું જરુરી રીપેરીંગ કામો નહીં કરવામાં આવતાં પાણી મોટી ખરસોલીથી આગળ કેનાલમાં નહીં જતાં આગળના ગામડાઓના ખેડુતોને આ સિંચાઈ તળાવનું પાણી ખેડુતોને ખેતી માટે મળતું નથી. જેથી ખેડુતોને સિંચાઈના પાણીનો લાભ મોટી ખરસોલી સિંચાઈ તળાવમાં પાણી હોવાં છતાં પણ તેનો લાભ નાની સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કમઁચારીની બેદરકારીને નિષ્કાળજીને લીધે નહીં મળતાં ખેડુતોમાં આવા વહીવટ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આથી, આ કેનાલની સાફસફાઈ વ્યવસ્થિત રીતે કરાય અને કેનાલનું જરુરી રીપેરીંગ કામો પણ ખેડુતોના હિતમાં વહેલી તકે હાથ ધરવામાં આવેતે માટેની ખેડુતોમાં માંગ ઉઠી છે.

કડાણા ડેમમાંથી તળાવો ભરવા છતાં પાણી ખેડૂતો સુધી પહોંચતા નથી
સંતરામપુર તાલુકા નાની સિંચાઈ કચેરીની લાલિયાવાડીના કારણે નાની સિંચાઈ હસ્તકના સંતરામપુર અને કડાણા તાલુકાના તળાવોમા ભરપૂર પાણી હોવા છતાં પણ ખેડૂતોને ખેતી માટે સિંચાઈનો લાભ મળતો નથી. મોટાભાગના સિંચાઈ તળાવોને કડાણા ડેમના પાણીથી ભરવાની પણ વ્યવસ્થા કરેલ હોવા છતાં પણ ખેડૂતો ઠેરના ઠેર છે. નાના નટવા સિંચાઈ તળાવનું પાણી નટવા, માલણપુર, સાંગાવાડા ગામના ખેડૂતોને તળાવમાં ભરપૂર પાણી હોવાં છતાં પણ તેનો લાભ ખેડૂતોને મળતો નથી. નાના નટવા તળાવની કેનાલ પણ ઝાડી ઝાંખરા ઊગી ગયા છે તેમજ જર્જરીત થઈ ગઈ છે. ગેટનું મેન્ટેન્સ કામ કરવામાં આવતું ન હોવાથી પાણી લીકેજ થઈ જાય છે, જેનો લાભ ખેતી માટે ખેડૂતને મળતો નથી.

Most Popular

To Top