National

ચૂંટણી કમિશનરની નિમણૂકનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 21 માર્ચે સિલેક્શન પેનલ અંગે સુનાવણી

નવી દિલ્હી: (New Delhi) સુપ્રીમ કોર્ટ (Supreme Court) શુક્રવારે ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા સામેની અરજીઓ પર સુનાવણી કરવા સંમત થઈ છે. કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર એક્ટ 2023ને પડકારતી અરજીઓને 21 માર્ચે સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે.

સુપ્રીમ કોર્ટ આજે ચૂંટણી કમિશનરોની નિમણૂકની પ્રક્રિયા સામેની અરજીઓ પર સુનાવણી કરવા સંમત થઈ છે. કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર એક્ટ 2023ને પડકારતી અરજીઓ પર 21 માર્ચે સુનાવણી કરશે. જેમાં મુખ્ય ન્યાયાધીશને ચૂંટણી કમિશનરની પસંદગી પેનલમાંથી હટાવવાને પડકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ભારતીય વહીવટી સેવા (IAS)ના પૂર્વ અધિકારીઓ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુને ગુરુવારે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પેનલ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હતી. અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને 14 ફેબ્રુઆરીએ અરુણ ગોયલના અચાનક રાજીનામાને પગલે ચૂંટણી પંચમાં બે જગ્યાઓ ખાલી પડી હતી.

આ તરફ સુપ્રીમ કોર્ટે 2023 ના કાયદા હેઠળ નવા ચૂંટણી કમિશનરો (EC) ની નિમણૂકો પર રોક લગાવવાનો પણ ઇનકાર કર્યો હતો, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશને પસંદગી પેનલની બહાર રાખવામાં આવ્યા હતા. ન્યાયાધીશ સંજીવ ખન્ના, દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે અરજદારોને એક અલગ અરજી દાખલ કરવા કહ્યું હતું જેમાં એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે ECની પસંદગી માટે એક બેઠક પહેલેથી જ નક્કી કરવામાં આવી હતી. ખંડપીઠે 2023ના કાયદા મુજબ કરવામાં આવેલી નિમણૂકો પર સ્ટે આપવાનો ઇનકાર કરતા કહ્યું કે અમે વચગાળાના આદેશ દ્વારા કોઈપણ કાયદાને સ્ટે નથી આપતા.

Most Popular

To Top