Trending

ડીપફેક વીડિયો અને ફોટા બનાવનારા હવે જેલ જશે, સરકારે બનાવી આ નીતિ

કેન્દ્ર સરકારે (Government) ડીપફેક વીડિયો (Deepfake Video) સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ડીપફેક વીડિયો બનાવવો એ IT નિયમોનું ઉલ્લંઘન ગણાશે અને તે વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવામાં આવશે. સરકારે ઝીરો ટોલરન્સ પોલિસી જાહેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડીપ ફેક વીડિયો બનાવનારાઓની ઓળખ કરવામાં આવશે.

ડીપફેક વીડિયો બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા કેન્દ્ર સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. મતલબ કે જો તમે કોઈની પણ પરવાનગી વગર તેનો ડીપફેક વીડિયો બનાવો છો તો તમારે જેલ જવું પડી શકે છે, કારણ કે કેન્દ્ર સરકાર ડીપફેક વીડિયો બનાવવા અંગે નવો નિયમ લાવી રહી છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં ટોચની સોશિયલ મીડિયા કંપની સાથે બેઠક યોજી હતી, ત્યારબાદ તેમણે ડીપફેક વીડિયો સામે કડક પગલાં લેવાની જાહેરાત કરી હતી.

રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ડીપફેક વીડિયો બનાવે છે તો તેને આઈટી નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. સરકાર દ્વારા આવી વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ડીપફેક વીડિયો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા જઈ રહ્યા છે.

રિપોર્ટ અનુસાર સૌપ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડીપફેક વીડિયો બનાવનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવશે. આ પછી તે ડીપફેક વીડિયો બનાવનારની ઓળખ થશે. આ રીતે ડીપફેક વીડિયો બનાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર ડીપફેક એક ગંભીર ખતરા તરીકે ઉભરી આવ્યું છે જેની સામે કડક પગલાં લેવાનો મૂડ બનાવવામાં આવ્યો છે.

ડીપફેક શું છે
ડીપફેક એક એવી ટેક્નોલોજી છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવી છે. આ ટેક્નોલોજીની મદદથી પછી વાસ્તવિક વ્યક્તિના નકલી વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે. આમાં મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી બંનેની મદદ લેવામાં આવે છે. જેથી તે વીડિયો અને ઓડિયો જે તે વ્યક્તિ કે સેલિબ્રિટીનું હોય તેવું એક નજરે લાગે છે.

Most Popular

To Top