Gujarat

હીરાબાના નિધનનું વડનગરમાં બેસણું યોજાયું, વેપારીઓએ ત્રણ દિવસ બંધ પાળીને શ્રદ્ધાંજલિ આપી

ગુજરાત: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું 30 ડિસેમ્બરની મધ્યરાત્રિએ 100 વર્ષની વયે અમદાવાદની (Ahmedabad) યુએન હોસ્પિટલમાં (Hospital) નિધન થયું હતું. જેના કારણે સમગ્ર રાજ્યમાં શોક વ્યકત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે હીરાબાને શ્વાસ લેવામા તકલીફ પડી રહી હતી જેના કારણે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. વડનગરમાં હીરાબાના નિધન (Death) પછી આજરોજ બેસણું તેમજ પ્રાથનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • હીરાબાના નિધનના કારણે વડનગરમાં ત્રણ દિવસ વેપારીઓ બજાર બંઘ રાખી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 100 વર્ષની વયે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં

જણાવી દઈએ કે જે દિવસે હીરાબાનું નિધન થયું હતું તે દિવસે પીએમએ કોઈને પણ તેમના અંતિમ સંસ્કારમાં ન આવવા તેમજ ઘરે બેસીને જ તેઓની આત્માને શાંતિ આપવા માટે પ્રાર્થના કરવા માટે અપીલ કરી હતી. જેથી આજરોજ જયારે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ રાજકીય નેતાઓ વડનગર ખાતે પ્રાર્થનાસભામાં હાજર રહ્યાં હતાં.

હીરાબાના નિધનના કારણે વડનગરમાં ત્રણ દિવસ વેપારીઓ બજાર બંઘ રાખી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, પૂર્ણેશ મોદી, તેમજ પરશોત્તમ રૂપાલા સહિતનાઉપસ્થિત રહ્યા હતા. કુબેર ડિંડોર, જેઠા ભરવાડ સહિતનાઓ પ્રાર્થના સભામાં હાજર રહેશે તેવી જાણકારી મળી આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 100 વર્ષની વયે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. તેઓના નિધનની જાણકારી મળતા જ નરેન્દ્ર મોદી પણ વહેલી સવારે રાયસણ તેઓના ભાઈ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીં તેમણે હીરાબાના અંતિમદર્શન કર્યા હતા તેમજ તેઓના અંતિમ સંસ્કાર પણ કર્યા હતાં. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. જણાવી દઈએ કે હીરાબાના નિધનના સમાચાર સામે આવતાં જ દેશભરના નેતાઓએ ટ્વિટર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

Most Popular

To Top