Charchapatra

તારીખ પે તારીખ

આધુનિક ભારત માટે એક અપ-ટુ-ડેટ લીગલ સિસ્ટમના મહત્ત્વને સમજવું પડશે.  શું આજના સમયમાં જવાબ આપવા માટે સમયની જરૂર પડે છે.  ન્યાયપાલિકામાં સુનાવણીની તારીખો નક્કી કરવા અને પછી તારીખ પર તારીખના ખેલમાં ફસાવાથી છૂટકારાથી  ન્યાય મળે એનું શું ? સુનાવણીની એ પ્રક્રિયા જેની શોધ અનેક વર્ષો પહેલાં થઈ હતી. તે વર્તમાન સમયને અનુસાર નથી. આજે જ્યારે દરેક વ્યકિત ફોન દ્વારા એકબીજા સાથે જોડાઈ ચૂક્યા છે. એક મોટા પરિવર્તનની જરૂર છે. અને તે છે કે ન્યાય તંત્રનાં ક્ષેત્રમાં સુધારો જરૂરી છે. આપણે જી.એસ.ટી. સુધાર્યો. દરેક નાગરિકને પ્રભાવિત કરતાં આધારકાર્ડ બનાવ્યા. એક વહીવટી સેવાઓનું ડિજિટલાઈઝેશન કર્યું છે. પરંતુ ન્યાયિક સુધારાના સવાલ પર આવીને આપણી સોય અટકી. આપણા ન્યાયતંત્રની નિષ્ઠા સામે કોઈ શંકા નથી. સિસ્ટમ ખરાબ નથી. માત્ર ને માત્ર ઝડપની જરૂરિયાત છે.
ગંગાધરા- જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top