Business

ભરૂચમાં સ્મોક ટેલ લોન્ઝ-રેસ્ટોરન્ટમાં ચાલતા હુક્કાબારમાં LCBનો દરોડો

ભરૂચ : ભરૂચ (Bharuch) શહેરના દહેજ (Dahej) બાયપાસ રોડ ઉપર શિલ્પી સ્ક્વેર (Shilpi Squar) શોપિંગમાં (આવેલા સ્મોક ટેલ લોન્ઝ રેસ્ટોરન્ટમાં ચાલતા હુક્કાબાર ઉપર LCBએ સરપ્રાઇઝ ચેકિંગ (Surprise Checking) કર્યું હતું. હુક્કામાં ઉપયોગમાં લેવાતી હર્બલની અલગ-અલગ 10 ફલેવરના નમુનાઓ લઇ નિકોટીન ટેસ્ટિંગ માટે FSLમાં મોકલી આપ્યા છે.ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (Local Crime Branch) PSI એમ.એચ.વાઢેર સહિતની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. એ વેળા દહેજ બાયપાસ રોડ ઉપર શિલ્પી સ્કેવેરમાં સ્મોક ટેલ લોન્ઝ-રેસ્ટોરન્ટમાં હુક્કાબાર ચાલે છે તેવી બાતમી મળી હતી.

  • હુક્કાબાર ઉપર LCBએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું
  • 10 ફલેવરના નમુનાઓ લઇ નિકોટીન ટેસ્ટિંગ માટે FSLમાં મોકલી આપ્યા

ફલેવરની અંદર નિકોટીનયુક્ત ફલેવર એડ કરી હુક્કાબારનો ધંધો ચાલતો હતો
હુક્કામાં ગેરકાયદે રીતે હર્બલ ફલેવરની અંદર નિકોટીનયુક્ત ફલેવર એડ કરી હુક્કાબારનો ધંધો ચાલતો હોવાની માહિતીના આધારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ કરાયું હતું. જેમાં હુક્કો પીવામાં ઉપયોગમાં લેવાતી હર્બલની ટોબેકો ફ્રી અલગ અલગ ફલેવર શંકાસ્પદ જણાઈ હતી.એક હુક્કો તથા અલગ અલગ ૧૦ ફલેવરોના સેમ્પલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરીને વધુ કાર્યવાહી ભરૂચ એ ડીવીઝનમાં સોંપાઈ હતી.

ડોક્ટરોના મતે હુક્કો પીનારને કેન્સર થઈ શકે
ડોક્ટરોના મતે સિગારેટ કરતા હુક્કા ૨૦૦ ગણા વધુ નુકસાનકારક છે. હુક્કાની બનાવટમાં જોખમી કેમિકલ વપરાય છે. જેથી હુક્કા પીનારને કેન્સર જેવી ગંભીર બિમારીનું પણ જોખમ રહે છે. હુક્કાબારમાં હર્બલ ફ્લેવરની આડમાં નિકોટીનનો ઉપયોગ કરાતો હોવાનું અવાર નવાર બહાર આવે છે.

ગાંજાની હેરાફેરીના ગુનામાં ફરાર આરોપીને એસઓજીએ કડોદરામાંથી ઝડપી પાડ્યો

પલસાણા : કડોદરા હનુમાન મંદિર પાસેથી સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે ગાંજાની હેરાફેરીના ગુનામાં ફરાર આરોપીને જડપી પાડી આગળની તજવીજ હાથધરી છે.પલસાણા તાલુકાના કડોદરા નગર સ્થિત અગાઉ શ્રવણ કુમારને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી ગાંજો આપનાર શારદાપ્રસાદ મિશ્રાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારે સુરત ગ્રામ્ય એસઓજીની ટીમને બાતમી મળી હતી કે શારદાપ્રસાદ ઉર્ફે પંડીત રમાકાન્ત મિશ્રા (ઉ. ૨૯, ૨હે. શ્રીજી નગર ગોડાદરા આસપાસ સુરત શહેર, મુળ રહે. ઉત્તરપ્રદેશ)એ કડોદરા સ્થિત અકડામુખી હનુમાન મંદિરની પાસે હોવાની બાતમી આધારે એસઓજીની ટીમે નાર્કોટીક્સના ગુનામાં સંડોવાયેલા આ આરોપીને ઝડપી પાડી આગળની તજવીજ હાથધરી છે.

Most Popular

To Top