Charchapatra

ભ્રષ્ટાચાર: રાષ્ટ્ર માટે અભિશાપ

એકવીસમી સદી એટલે સ્પર્ધાનો યુગ. વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે. પરીક્ષાના ઉમેદવારો ખૂબ જ મહેનત કરતા હોય છે. ખૂબ જ ઉત્સુકતાથી પરીક્ષાઓ આપવા માટે જાય છે. પરંતુ જયારે પરીક્ષાના પેપરોનું ગુનાઇત રીતે પૈસા લઇને વેચાણ કરવામાં આવે છે ત્યારે પરીક્ષા આપનારા ઉમેદવારો નિરાશ થઇ જાય છે. પ્રશ્નપત્રો અગાઉથી જ લીક થઇ જાય તો તેના માટે જવાબદાર કોણ? સરકાર કે પછી સરકારને ચૂંટનારા નાગરિકો? હાલમાં 29.1.23ના રોજ જે જુનિયર કલાર્કની પરીક્ષા લેવામાં આવનાર હતી તેનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા જ ગેરકાયદેસર રીતે અમુક વિદ્યાર્થીઓ દ્વારા પૈસા આપીને ખરીદી લેવામાં આવ્યું હતું.

મિડલ કલાસ પરિવારમાંથી આવતા પરીક્ષાર્થીઓ પાસે બસના ભાષાના પૈસા પણ હોતા નથી. પરીક્ષાઓ છેલ્લા સમયે રદ કરવામાં આવે ત્યારે આવા ગરીબ બાળકો ખૂબ જ દુ:ખની લાગણી અનુભવતા હોય છે. પ્રશ્નપત્રો ફોડનારા આવા કપુતો માટે સરકાર કયારે કડક કાયદા બનાવશે? પેપર ફોડુઓ સામે આકરા પગલા લીધા છે? સરકારે શું ભવિષ્યમાં સરકારી ભરતીની પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર રોકવા માટે સરકાર કોઇ પગલા લેશે? જો પરીક્ષામાં જ ભ્રષ્ટાચાર તો તેમાંથી ઉત્તિર્ણ થઇ નોકરી મેળવે તે પણ ભ્રષ્ટાચાર નહીં કરશે.
કરવલી            – વૈભવી ચૌધરી    -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિરાર શટલ નિયમિત કરો
સુરતથી ઉપડી વિરાર શટલ નવસારી આવતાં મહદ્દ અંશે લેઈટ આવે છે એ ટ્રેન આવે ત્યારપછી ફલાઈંગને આવવાનો સમય પણ થઈ જાય છે. એ ગાડી લગભગ 4:20 વાગ્યે સવારે ઉપડે છે તેમ છતાં હંમેશા એ ટ્રેન મોડી આવે છે તો એ ટ્રેન સમયસર આવે એ જરૂરી છે. એ ટ્રેનને નવસારી સુધી સીધી આવે એટલે કે સાઈડીંગ પણ વચ્ચે ન નાંખવામાં આવે તો એ નિયમિત થઈ શકે એમ છે અને નવસારી સ્ટેશન પર સાઈડીંગ પર નાંખવામાં આવે તો એ સમયસર થઈ શકે છે. ઘટતું કરવા વિનંતી છે.
નવસારી – મહેશ નાયક       -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top