Columns

કોરોનાનું ભૂત ફરી ધૂણ્યું! તેમાં હકીકત કેટલી, બનાવટ કેટલી?

છેલ્લા કેટલાક કલાકોમાં વાતનું વતેસર થયું. ચીનમાં કોવિડ આઉટબ્રેક ન્યૂઝ ઝબક્યા અને અફવા અને અટકળો ધૂણવા લાગી. સચેત રહેવું એ ફરજિયાત હોઇ શકે પણ ચીનમાં કોવિડ -19 વાયરસના નવા પરિવર્તનની સંભાવના પર ચિંતા છે કારણ કે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્ર ચીનમાં સંખ્યાઓ નિયમિતપણે વધી રહી છે, તેમ છતાં ઘણા દેશોએ રોગચાળાના ફેલાવાને અટકાવ્યો છે. સૌ પ્રથમ અને સૌથી અગત્યનું એ હતું કે વિશ્વભરમાં ગમે ત્યારે મૃત્યુ અને બીમારી હોય એવી પરિસ્થિતિનો અંત આવે તે જોવાની માનસિક તૈયારી હતી. જ્યારે કોવિડની વાત આવે છે, દુનિયા આખી જાણે છે કે કોઈ પણ સમયે વાયરસ ફેલાય તો તેનામાં પરિવર્તન કરવાની અને દરેક જગ્યાએ લોકો માટે જોખમ ઊભું કરવાની ક્ષમતા છે. આ વાયરસના ઘણા જુદા જુદા ક્રમ દરમિયાન અને ચોક્કસપણે બીજું કારણ છે કે શા માટે વિશ્વભરના દેશોને કોવિડ બાબત સંબોધવા પર આટલું ધ્યાન કેન્દ્રિત થયું છે?

પહેલું કારણ છે કે ચીનમાં બંધ કરવું ફાયદાકારક રહેશે. આવું ઈચ્છતા ઘણા દેશો છે પણ ચીનની અંદરની વ્યવસ્થા બાબત કોઈને ચોક્કસ જાણ નથી. દુનિયા એટલે ચિંતિત છે કે માત્ર ચીનને સારી સ્થિતિમાં રહેવાની જરૂર નથી પરંતુ અન્ય દેશોએ પણ સારી સ્થિતિમાં રહેવું જોઈએ. સંખ્યાઓ, કેસો અને મૃત્યુના તર્કો, ચીને બે કોવિડ મૃત્યુની જાણ કર્યા પછી થયા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશન અનુસાર, મુખ્ય ભૂમિએ પણ 1995 નવા કોવિડ નોંધ્યા છે. 19 કેસ રવિવાર સુધીમાં, રાષ્ટ્રીય આરોગ્ય આયોગને 380 ના અહેવાલો પ્રાપ્ત થયા હતા, ચીનની મુખ્ય ભૂમિ પર 31 પ્રાંતીય-સ્તરના પ્રદેશો અને શિનજિયાંગ પ્રોડક્શન એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પ્સમાં 453 પુષ્ટિ થયેલા કેસો અને 5237 મૃત્યુ અને તમામ 339885 દર્દીઓ સાજા થયા અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આ ચીનનો અહેવાલ હતો પણ તેનો પડઘો કેવો પડ્યો તે સમજવાની રાહ જોયા વગર વિવાદ ફરી વંટોળ બન્યો! ચીનમાં ઉપડેલી વાત ગંભીર હોઈ શકે કારણ કે ચીનની અંદરનું સત્ય કોઈ કહી શકે તેમ નથી. ચીનના સમર્થકોને એટલી ખબર છે કે આ પવન ફૂંકાયો તો દુનિયાનું ધ્યાન તે તરફ દોરાશે.

 દુનિયાના મોટાભાગના દેશોમાં રસીકરણનું કામ પાર પડ્યું છે, બૂસ્ટર ડોઝ પણ લોકો લેતા રહ્યા છે. કોરોનાને કારણે એક આખું ફાર્મા સેકટર જબરજસ્ત કામે લાગી ગયું હતું. 2 વરસ પછી ફાર્મા સેક્ટરમાં નબળાઈ દેખાઈ બલકે તેઓ તેમનાં મૂળ ઉત્પાદનો તરફ ધ્યાન આપવા લાગ્યા. 2 દિવસ પહેલાં જ પશ્ચિમ બંગાળમાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી એવા સમાચાર આવ્યા. ભારતમાં ચીન, કૉવિડ બંનેને ગંભીરતા સાથે લેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દરેક રાજ્યો સાથે ચર્ચા કરતાં સતર્ક થઈ ગયું. બેઠકો કેન્દ્રીય અને રાજ્યોની આ ચિંતા પર થઈ. ચોતરફ સાવચેતી રાખવાના પરામર્શ જાહેર થયા. જાહેર છે બેફામ સરઘસો નીકળે તેથી અફરાતફરી વકરે પણ કોઈ પક્ષ કે જૂથને રોકી પણ ન શકાય.

કોવિડ માટે ભારત સરકારનું સ્વાસ્થ્ય મંત્રાલય સમય પર કામે લાગ્યું છે, ઉચ્ચ સ્તરે રોગ ન વકરે તેનાં પર રાજ્યો સાથે મળીને કામે લાગ્યું છે પણ લોકસભાની બેઠક વચ્ચે જાહેર નિવેદન ન આપી શકાય. લોકસભાના સત્ર પૂર્ણ થયા પછી જાહેરમાં આ બાબતે રોજના આંકડા અને અહેવાલ આવતા થઈ જશે. એક આડ વાત આ પહેલાં પણ કેટલાંક તત્ત્વોએ ભરચક સ્ટોકને હળવો કરવા આંતરરાષ્ટ્રિય સ્તરે આવી હિલચાલ કરી હતી. ફરી ફાર્મા સેકટરને વેગ આપવામાં સફળ નીવડયા હતા. આ બાબતે અમેરિકન ટ્રેન્ડ વધુ કારગત નીવડે છે.

હાલ ફરી જે કોરોનાનું ભૂત ધૂણ્યું છે તેમાં ચોક્કસ તત્ત્વોને રસ છે. ક્યારેક એવા સમાચારો ઝબકાવે કે ચીનમાં પીળા ફળો અને લીંબુઓ બજારોમાં ઉપડી રહ્યાં છે! તેની પ્રતિક્રિયા સર્વત્ર દેખાવા લાગી. કોઈ નહીં ચાહે કે કોરોનાનો વાયરસ ફરી માથું ઊંચકે, બધાં વિભાગો સર્વત્ર જાગૃત છે. દુનિયાની ખોરવાઈ ગયેલી લય ફરી ગોઠવાઈ રહી હતી. નાતાલ, નવા વર્ષ પહેલાં વ્યવસ્થાને ચિંતામાં નાખવાની પહેલ પશ્ચિમના દેશોમાંથી થઈ! અહીં લોકો પોતાની ભીડ ભેગી કરવાની મંછા અટકાવી શકતા નથી. ક્રિસમસ પહેલાં જ આ વાદળો વિખેરાઈ જશે! અલબત્ત જે ગિરદી યોગ્ય રીતે સંચાલિત ન થઈ શકે તે હાલ તુરંત અટકાવી દેવી જોઈએ, સરળ વાત એ છે કે ચેતતો નર સદા સુખી!ભારતમાં ફકત ભૂત ધૂણ્યું છે. કોઈને વળગશે નહીં એટલો વિશ્વાસ રાખી કોઈ બેદરકારી તો ન જ કરવી હિતાવહ છે!

Most Popular

To Top