Columns

સ્ટાર્ટઅપ સ્ટારલેબ ઓએસિસ પ્રથમ કિનોઆ બીજને અંતરીક્ષમાં ઉગાડશે!

બોહવાની કટોકટી ઘણાં ખાદ્ય પાકો ઉગાડવાનું વધુ મુશ્કેલ બનાવે છે, વિશ્વનાં વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકો પૃથ્વીની બહાર લાંબા સમયથી તેનાં ઉકેલો શોધી રહ્યા છે! અબુ ધાબી સ્થિત સ્ટાર્ટઅપ સ્ટારલેબ ઓએસિસ ટેક્સાન કંપની નેનોરેક્સ તરફથી મોટાં પ્રોજેક્ટનું પેદાશ આકસ્મિક પરિણામમાં પલટાયું છે, ઓછી આતિથ્યશીલ પૃથ્વી પર ટકી શકે તેવાં છોડની જાતો વિકસાવવા માટે બાહ્ય અવકાશમાં બીજ ઉગાડવા માંગે છે. કિનોઆ એક હંસફૂટ એન્ડીસમાં જોવાં મળે છે, જ્યાં જૂનાં વિશ્વનાં અનાજની રજૂઆત પહેલા તેના ખાદ્ય સ્ટાર્ચવાળા બીજ માટે વ્યાપકપણે ઉગાડવામાં આવતી હતી.

 2023માં, સ્ટારલેબ ઓએસિસ તેનાં પ્રથમ બીજ ભ્રમણકક્ષામાં મોકલવાની અપેક્ષા રાખે છે. સ્ટારલેબ ઓએસિસ અનન્ય અવકાશ પર્યાવરણની વૈજ્ઞાનિક સંભવિતતાની ઍક્સેસ પ્રદાન કરે છે, સંસાધન-મર્યાદિત વિશ્વ માટે કૃષિ ખાદ્ય તકનીકો વિકસાવે છે, આબોહવા ઉકેલોની શોધમાં આગેવાની કરે છે અને બ્રહ્માંડનું સતત અન્વેષણ કરવા માટે માનવતાને અગ્રણી બનાવે છે! સ્પેસ સ્ટેશનો પર બાહ્ય ડોકીંગ પ્લેટફોર્મ પર બીજ ઉગાડવામાં આવશે! સોયાબીનથી કિનોઆ સુધી, બીજ જમીન કરતાં અવકાશમાં અલગ રીતે ઉગે છે. પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણનાં ખેંચાણ વગર છોડ કઈ રીતે વિકસાવવા તે નક્કી કરવા માટે સંઘર્ષ કરે છે.

તેઓ કોસ્મિક રેડિયેશનનાં સંપર્કમાં પણ આવે છે. આનાથી બીજ પરિવર્તિત થઈ શકે છે, જેનાં પરિણામે નવી વધુ મજબૂત,ઉપયોગી અને ઉત્પાદક જાતો બની શકે છે. જેમ કે દુષ્કાળ-પ્રતિરોધક પાક કે જે ખારાશની સ્થિતિમાં પણ ઉગી શકે છે. અવકાશમાં બીજ મોકલવાથી પૃથ્વી પર ટકી શકે અને આબોહવા પરિવર્તન અને ખાદ્ય સુરક્ષામાં મદદ કરી શકે તેવી સંભાવના સ્ટારલેબ ઓએસિસના રિસર્ચ વિભાગે શોધી છે. સહ-સ્થાપક એલન હર્બર્ટની માન્યતા કહે છે. “અવકાશ એવી જગ્યા છે જ્યાં તમારી પાસે મર્યાદિત સંસાધનો, મર્યાદિત ઊર્જા, મર્યાદિત જગ્યા છે. તે સંશોધન કરવાં માટે યોગ્ય સ્થળ છે અને તે જ ટેક્નોલોજીને પૃથ્વી પર પાછી લાવી શકાય છે.”

1920નાં દાયકાથી પૃથ્વી પર છોડો પરિવર્તન સંવર્ધનને આધીન છે, રસાયણો અથવા કિરણોત્સર્ગ માટે કોઈ પ્રજાતિના સંપર્કમાં આવે છે, સ્ટારલેબ ઓએસિસના પ્લાન્ટ વૈજ્ઞાનિક કોનોર કિસેલચુક સ્પષ્ટ કરે છે. 1960નાં દાયકામાં તે બાહ્ય અવકાશમાં લાગુ થવાનું શરૂ થયું. ચીને આશરે બે દાયકા પહેલાં બીજ ભ્રમણકક્ષામાં મોકલ્યાં હતાં, જેનાં પરિણામે તેનાં ખેડૂતો હવે પાકની નવી જાતોનો ઉપયોગ કરે છે. આ વરસે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અને UN ની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનએ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે પાક વિકસાવવાનાં ઉદ્દેશ્ય સાથે પ્રથમ વખત અવકાશમાં બીજ વાવ્યાં!

ઉલ્લેખનીય છે કે સ્ટારલેબ ઓએસિસ આ પ્રક્રિયાનું વ્યાપારીકરણ કરનાર પ્રથમ પૈકીનું એક હશે! તે સંશોધન અથવા વ્યાપારી હેતુઓ માટે અવકાશમાં બીજ મોકલવા માટે કંપનીઓ, અવકાશ એજન્સીઓ, યુનિવર્સિટીઓ અને બિન-નફાકારક સાથે કામ કરવાની યોજના ધરાવે છે. તે ગ્રાહકો પર નિર્ભર છે કે તેઓ વ્યવસાયિક રીતે સંવર્ધન કરશે અને વેચશે કે કેમ! બિન-નફાકારક દુબઈની ઇન્ટરનેશનલ સેન્ટર ફોર બાયોસલાઇન એગ્રીકલ્ચર જેની સાથે હાલમાં કામ થઈ રહ્યું છે,જે કિનોઆ જેવાં પાકોની ખારાશ અને દુષ્કાળ સહિષ્ણુતામાં વધારો કરવા માંગે છે! શરૂઆતમાં સ્ટારલેબ ઓએસિસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર બીજ મોકલશે જ્યાં તેઓ અવકાશયાત્રીઓ તેને ઉગાડશે તેઓ પૂરતાં પ્રયત્નો કરશે તેનાં પરિણામો આવશે, પરંતુ તેમનો લાંબા ગાળાનો ઉદ્દેશ્ય તેમને સ્ટારલેબ નામનાં કોમર્શિયલ સ્પેસ સ્ટેશન પર મોકલવાનો છે, જે 2027માં કાર્યરત થવાનું છે.

જ્યારે તેઓ પૃથ્વી પર પાછા ફરશે, ત્યારે તેઓ ગ્રાહકો કે સ્ટારલેબ ઓએસિસ પ્રયોગશાળામાં અંકુરિત થશે જ્યાં દુષ્કાળ અથવા તીવ્ર ગરમી જેવાં વિશિષ્ટ વાતાવરણમાં તેઓ કેવી રીતે કામ કરે છે તે નિર્ધારિત કરવાં માટે તેમનું પરીક્ષણ કરવામાં આવશે. સ્ટારલેબ ઓએસિસની સ્થાપના ગયા વર્ષે કરવામાં આવી હતી, હાલમ 5 કર્મચારીઓ છે અને તે આવતાં વર્ષે વિસ્તરણ કરવા માટે તૈયાર છે. શુષ્ક વાતાવરણમાં ખાદ્ય ઉત્પાદન વધારવા માટે 41 મિલિયન ડોલરના કાર્યક્રમનાં ભાગ રૂપે સંયુક્ત આરબ અમીરાતમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઑફિસથી તેનું સમર્થન મળ્યું છે. આનાથી સંયુક્ત આરબ અમીરાતને ફાયદો થઈ શકે છે, જે હાલમાં તેનાં 90% જેટલાં પાકનો આયાત કરે છે.

સ્ટારલેબ ઓએસીસ એક અત્યંત મહત્વાકાંક્ષી અને ઉત્તેજક પ્રોજેક્ટ છે જે સંસાધન મર્યાદિત જગત માટે કૃષિ તકનીકો વિકસાવવા અને અવકાશની વૈજ્ઞાનિક સંભવિતતા સુધી પહોંચ પ્રદાન કરશે! સ્ટાર્ટઅપની મહત્વાકાંક્ષાઓ ત્યાં સમાપ્ત થતી નથી. તે અવકાશમાં ખાદ્ય ઉત્પાદન વિકસાવવાની આશા રાખે છે, પૃથ્વીની બહારની સિસ્ટમો ડિઝાઇન કરે છે જે ચંદ્ર અથવા મંગળ પર લાંબા સમય સુધી અવકાશ મિશન પર ખોરાકનું ઉત્પાદન કરી શકે છે! છોડ અન્ય લાભો પણ પ્રદાન કરી શકે છે, જેમ કે ઓક્સિજન જનરેશન,અમુક સ્તરે ગંદાપાણી પ્રવાહોનું ગાળણ અને ઘરથી દૂર જવાનાં ક્રૂ માટે માનસિક લાભો પણ… તેમનું ધ્યેય અને ધ્યાન એ દિવસ તરફ કામ કરવાનું છે જ્યારે દરેકને પોષણક્ષમ, કાયમી ઉગાડવામાં આવતાં આહારની ઉપલબ્ધતા ઉપલબ્ધ હોય, પૃથ્વીની ઇકોલોજી સશકત અને સમૃદ્ધ હોય અને માનવ પાસે બ્રહ્માંડની શોધખોળ કરવા માટે જરૂરી ટેકનોલોજી અને સંસાધનો હોય! જો ધરતી અને આભ અનાજનો પુરવઠો પેદા કરતાં થઈ જશે તો તે દિવસ દૂર નથી ધરતી ભી સોના અને એક મુઠ્ઠી આસમાનમાં મોતી!

Most Popular

To Top