National

દેશમાં ઘટી રહેલું કોરોનાનું જોર: માત્ર 6000 નવા દૈનિક કેસ નોંધાયા

નવી દિલ્હી: એક દિવસમાં ૬૧૬૮ નવા કોરોના (Corona) વાયરસના કેસો નોંધાવાની સાથે ભારતના (India) કોવિડ-૧૯ના કુલ કેસો ૪૪૪૪૨પ૦૭ થયા છે, જ્યારે કે સક્રિય કેસો ઘટીને પ૯૨૧૦ થયા છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આજે સવારે અપડેટ કરાયેલા આંકડા જણાવતા હતા.

છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ના મોત સાથે આજની તારીખ સુધીમાં પ૨૭૯૩૨ લોકોનાં મોત આ ચેપને કારણે થયા છે, છેલ્લા ૨૪ કલાકના મૃત્યુઆંકમાં કેરળ દ્વારા સુધારીને વધુ બે મોત ઉમેરવામાં આવ્યા તેનો પણ સમાવેશ થાય છે એમ આજે સવારે ૮ વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડાઓ જણાવતા હતા. દેશના સક્રિય કેસો કુલ કેસોના ૦.૧૩ ટકા થાય છે જ્યારે એકવાર ચેપનો ભોગ બની ચુકેલા ૯૮.૬૮ ટકા લોકો ચેપની સામે લડવા માટે સક્ષમ છે એ મુજબ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં સક્રિય કેસ લોડમાં ૩૫૩૮ કેસોનો ઘટાડો નોંધાયો છે. દૈનિક પોઝિટિવીટી રેટ ૧.૯૪ ટકા નોંધાયો છે અને સાપ્તાહિક પોઝિટિવીટી રેટ ૨.૫૧ ટકા નોંધાયો છે એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા ૪૩૮પપ૩૬પ થઇ છે અને દેશમાં હાલમાં આ રોગથી મૃત્યુદર ૧.૧૯ ટકા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૨૧૨.૭પ કરોડ ડોઝ કોરોનાવેક્સિનના અત્યાર સુધીમાં રાષ્ટ્રવ્યાપી કોવિડ રસીકરણ અભિયાન હેઠળ આપવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ-૧૯ના કેસોએ ૭ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ૨૦ લાખનો આંક વટાવ્યો હતો જ્યારે ૧૯ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ એક કરોડનો આંક વટાવ્યો હતો. ગયા વર્ષની ચોથી મેએ બે કરોડનો, ૨૩ જૂને ત્રણ કરોડનો અને આ વર્ષની ૨૫મી જાન્યુઆરીએ ચાર કરોડનો કરૂણ આંક વટાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૦ના વર્ષની શરૂઆતમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયો તેના પછી ૨૫મી માર્ચે ભારતમાં દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જે બે વખત લંબાવવામાં આવ્યું હતું, બાદમાં તે ઉઠાવી લેવાયા બાદ અન્ય નિયંત્રણો ચાલુ રહ્યા હતા જે ક્રમશ: ઘટાડવામાં આવ્યા હતા.

Most Popular

To Top