Gujarat Election - 2022

કોંગ્રેસનો એક સમયનો ગઢ ગીર-સોમનાથ બેઠક પર આ વખતે કોળી, આહીર, કારડિયા ઉમેદવારો વચ્ચે જંગ

જયોતિલીંગ સોમનાથ મહાદેવના સ્થાનક સોમનાથની વિધાનસભા બેઠક કાયમ માટે કેન્દ્ર સ્થાને હોય છે. 2013માં જૂનાગઢ જિલ્લાનું વિભાજન કરીને ગીર-સોમનાથ જિલ્લો બનાવવામાં આવ્યો હતો. સોમનાથ બેઠક પર 2.37 લાખથી વધુ મતદાતાઓ છે. વર્ષ 1998માં કેસુભાઇના નેતુત્વમાં ભાજપે ચુંટણી લડી ત્યારે પ્રથમ વખત અહીથી ચુની ગોહેલે ભાજપમાંથી જીત અપાવી હતી. સોમનાથ બેઠક પર 2.37 લાખથી વધુ મતદાતાઓ છે. અહીં કોળી, મુસ્લિમ, ખારવા, કારડીયા, આહીર સમાજના મતદાતાઓની સંખ્યા વધુ છે.

આ બેઠક પર જ્ઞાતીના સમીકરણો મહત્વનો ભાગ ભજવે છે. ગત વિધાનસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીમાં આહીર સમાજની અવગણનાની લાગણી હતી. જેના ગંભીર પરિણામ સ્વરૂપ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની ચારેય બેઠક પર ભાજપ હાર્યુ હતું. જો કે આ વખતે કોંગ્રેસ અહી કોળી સમાજના સીટિંગ ધારાસભ્ય વિમલ ચુડાસમાને રિપીટ કર્યા છે. તો ભાજપે પુર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના ભત્રીજા અને કારડીયા સમાજના યુવાન માનસિંહ પરમારને ટિકીટ આપી છે. આમ આદમી પાર્ટીએ આહીર સમાજના જગમલ વાળાને ટિકીટ આપી છે જે મુળ ભાજપી છે. બાદમાં અપક્ષમાં 25 હજાર મતો લઇ ગયા હતા અને ભાજપને હરાવ્યું હતું, ગત ચુંટણીમાં વિમલ ચુડાસમાને જીતાડવામાં પણ સિંહફાળો તેનો હતો.

સતત જીતતા જશા બારડે પક્ષપલટો કરી ભગવો પહેર્યો તો પ્રજાએ હરાવ્યા
વર્ષ 1990માં જશાભાઈ જનતાદળમાંથી પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યાર બાદ તેઓ વર્ષ 1995માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. 2012માં સોમનાથ બેઠક પર તેઓએ કોંગ્રેસ તરફથી ફરી ઉમેદવારી નોંધાવી હતી અને રાજશી જોટવાને હરાવ્યા હતા. જોકે એક વર્ષનાં ટુંકાગાળામાં મોદી લહેર સાથે તેઓએ કોંગ્રેસને બાયબાય કરી ભગવો ધારણ કરતા 2014માં સોમનાથ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી યોજાઈ હતી. જેમાં જશાભાઇ બારડે કોંગ્રેસના નિશાંત ચોટાયને 25 હજારથી વધારે મતોથી હરાવ્યા હતા. 2017ની ચૂંટણીમાં વિમલ ચુડાસમા સામે જશાભાઈ બારડનો પરાજય થયો હતો.અહીં ઉલ્લેખનીય છે કે 2007 સુધી સોમનાથ વિધાનસભાની બેઠકનો એક ઈતિહાસ રહ્યો હતો. આ બેઠક પર 1975થી લઇ 2007 સુધીમાં એક ઉમેદવાર સિવાય અન્ય કોઇ ઉમેદવારને મતદારોએ બીજીવાર રિપીટ કર્યા નહોતા. અલબત્ત જ્યારે ઉમેદવારને રિપીટ કરાયા, ત્યારે જે તે ઉમેદવારના પક્ષ પણ અલગ- અલગ રહ્યા હતાં.

જગમલ વાળાને આપમાં લઇ કેજરીવાલે બાજી ગોઠવી છે
આમ આદમી પાર્ટી અહી પુરતી તાકાતથી લડી રહી છે. પણ તાકાત લગાવી છે. આમ આદમી પાર્ટીમાં સોમનાથના મોટા રાજકીય અને સામાજિક આગેવાન જોડાયા છે. ભાજપના પૂર્વ નેતા જગમલ વાળા આપના ઉમેદવાર છે. જગમલ વાળા વર્ષ 2012માં સોમનાથ બેઠક પર અપક્ષ લડ્યા હતા. વર્ષ 2017માં અપક્ષ ફોર્મ ભર્યું હતું અને બાદમાં કોંગ્રેસના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચ્યું હતું અને કોંગ્રેસની જીતમાં તેનો મહત્વનો રોલ હતો.

કોંગ્રેસ છેલ્લે 20450 મતની લીડથી જીતી હતી
સોમનાથ વિધાનસભા બેઠક પર 2017ની ચૂંટણીમાં વિમલ ચુડાસમાએ ભાજપના જશાભાઈ બારડને 20450 મતોથી પરાજય આપ્યો હતો. 2012માં જશાભાઈ બારડે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હતી અને રાજસી જોટવાને પરાજય આપ્યો હતો. જશાભાઈને 56701 અને રાજસી જોટવાને 54605 મત મળ્યા હતા. જો કે આ વખતે ભાજપે પુર્વધારાસભ્ય ગોવીંદ પરમારના ભત્રીજાને ટિકીટ આપી જશાભાઇનું પતુ કાપ્યુ હોય તેની નારાજગી નડી શકે છે.

Most Popular

To Top