Gujarat

હજુ ત્રણ દિવસ રાજયમાં કોલ્ડ વેવની ચેતવણી, કચ્છનું નલીયા સૌથી ઠંડુ

ગુજરાત રાજયમાં (Gujarat) આગામી ત્રણ દિવસ માટે હજુયે કોલ્ડવેવની ચેતવણી હવામાન વિભાગ દ્વ્રારા આપવામાં આવી છે. રાજયમાં શીત લહેરની અસર હેઠળ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તેની પટમાં આવી જાય તેવી સંભાવના છે. ૨૭મી જાન્યુ.ના રોજ હવામાન વિભાગ દ્વ્રારા ગુજરાતમાં આગામી 72 કલાક માટે કોલ્ડ વેવની (Cold Wave) ચેતવણી આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને ભાવનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, સહિત સૌરાષ્ટ્રને તેની અસર થશે. તાપમાનમાં (Temperature) ઘટાડો થતાં જનજીવનને અસર થવા પામી છે. લોકો ગરમ વસ્ત્રોની મદદ વડે ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૬મી જાન્યુ.ના રોજ અમદાવાદમાં ૧૦.૦ ડિ.સે., ડિસામાં ૯.૧ ડિ.સે., ગાંધીનગરમાં ૭.૭ ડિ.સે., વડોદરામાં ૧૧.૪ ડિ.સે., સુરતમાં ૧૩.૪ ડિ.સે., વલસાડમાં ૧૦.૫ ડિ.સે., અમરેલીમાં ૯.૨ ડિ.સે., ભાવનગરમાં ૧૧.૮ ડિ.સે., રાજકોટમાં ૧૩.૫ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૧૦.૫ ડિ.સે., ભુજમાં ૯.૮ ડિ.સે., અને નલીયામાં ૨.૮ ડિ.સે., ઠંડી નોંધાવવા પામી હતી. ૨૭મી જાન્યુઆરીના રોજ રાજયમાં ખાસ કરીને અમદાવાદમાં ૧૧ ડિ.સે., ડીસામાં ૯ ડિ.સે., ગાંધીનગરમાં ૯ ડિ.સે., વડોદરામાં ૧૨ ડિ.સે., વલસાડમાં ૧૦ ડિ.સે., અમરેલીમાં ૧૧ ડિ.સે., ભાવનગરમાં ૧૧ ડિ.સે., રાજકોટમાં ૧૦ ડિ.સે., સુરેન્દ્રનગરમાં ૧૨ ડિ.સે., ભૂજમાં ૧૦ અને નલીયામાં ૩ ડિ.સે.,લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

નવસારી જિલ્લામાં સિઝનનો સૌથી ત્રીજો ઠંડો દિવસ નોંધાયો

નવસારી જિલ્લામાં બુધવાર સિઝનનો સૌથી ઠંડો ત્રીજો દિવસ નોંધાયો હતો. ગયા રવિવારે લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયા બાદ એક જ દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થતાં સોમવારે લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રીએ પહોંચી જતાં સોમવારે સિઝનનો સૌથી બીજો ઠંડો દિવસ નોંધાયો હતો. એ બાદફરી વખત બુઘવારે લઘુત્તમ તાપમાનમાં 0.7 ડિગ્રીનો વધારો નોંધાતા બુધવારે લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી રહ્યું હતું.

ઠંડી રહેતાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને આનંદ
જો કે સતત ત્રણ દિવસથી ઠંડી વાતા આંબાવાડી ધરાવતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. આ પહેલાં આંબાઓ ઉપર મંજરી આવી હતી. પરંતુ તે ઓછી લાગતી હતી. પરંતુ હવે ફરીથી ઠંડી લહેરાતા ફરી વખત આંબા ઉપર મંજરી આવવાની આશા સેવાઇ રહી છે. જો કે તેને કારણે આ વર્ષે પણ કેરીના બે ફાલ આવશે એમ લાગે છે. આ પહેલાં વીસ દિવસ કરતાં વધુ દિવસ પહેલાં મંજરી આવી ગઇ હતી. મોડી મંજરી આવવાને કારણે વાદળિયા હવામાન, માવઠું કે ધૂમ્મસ ઓછું વેઠવાનો વારો આવતાં ખેડૂતોને દવાનો છંટકાવ ઓછો કરવો પડશે અને વધુ કણી બેસે એવી આશા રખાઇ રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top