Vadodara

મુખ્યમંત્રીની ‘નાયક’ ફિલ્મની જેમ વડોદરામાં ઓચિંતી એન્ટ્રી

વડોદરા : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાઘોડિયાના મતવિસ્તાર ગામ સુખલીપુર ખાતે ગયા હતા. સ્થાનિકોની સમસ્યા સાંભળી હતી .શહેર ના એકતાનગર ની મુલાકાત લીધી હતી.શહેરના એક પણ નેતા અને અધિકારીઓને મુખ્યમંત્રીની અચાનક મુલાકાત લેતા ઊંઘતા ઝડપાયા હતા. સ્થાનિક લોકોને મળીને તેમની સમસ્યાઓ જાણી ને એરપોર્ટ ખાતે મ્યુનિસિપલ કમિશનર મેયર અને કલેકટર સાથે ચર્ચા કરવામાં આવી. સફાઈ ગટર સ્થાનિકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો મળે તેવી ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી સંવેદનાનો વધુ એક પરિચય વડોદરા જિલ્લાના સુખલીપુરાના ગ્રામજનોને શુક્રવારે સવારે થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ  પંકજકુમાર સાથે અમદાવાદથી મોટર માર્ગે સુખલીપુરા ગામે પહોચ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલને કોઇ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કે સરકારના કોઇ અધિકારીઓ, જિલ્લાતંત્ર વાહકોને જાણ કર્યા વિના વડોદરાના આ સુખલીપુરા ગામે પહોચી ગયેલા જોઇ ગ્રામજનો તો અચંબામાં પડી ગયા. મુખ્યમંત્રીઆએ  પોતાના વાહનમાંથી ઉતરી ગ્રામીણ ખેડૂતો-માતા-બહેનોના ઘર આંગણે જઇને તેમની સાથે ગામમાં સફાઇ, પાણી, વીજળી જેવી પાયાની સુવિધા અંગે, શાળાએ જતા બાળકો સાથે શાળા શિક્ષણ અંગે લંબાણપૂર્વક વાતચીત કરીને સરકારની યોજનાઓના લાભ બરોબર મળે છે કે કેમ? તેની પૃચ્છા કરી હતી.  નવી નગરી વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું. આંગણવાડી કેન્દ્રમાં પણ જઇને આંગણવાડી કાર્યકર બહેનો સાથે વાતચીત કરી, નંદઘરમાં અપાતી સુવિધા, પોષક આહાર, રમકડાં, અભ્યાસ સામગ્રી વિશે પૂછપરછ કરી જાણકારી મેળવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી એવા વિઠ્ઠલભાઇ મોતીભાઇ વણકરને યોજના અંગે પૃચ્છા કરી હતી. યોજનામાં મળવાપાત્ર રકમ સમયસર મળી રહે છે? મકાનનું કામ સારી રીતે થયું છે? પાકા મકાનમાં રહેવાની મજા આવે છે?

સહિતની બાબતોની જાણકારી મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી. ગામમાં ૨૦ ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે. સુખલીપુરા ગામના પાદરમાં તળાવના કિનારે મૂકાયેલા બાંકડા ઉપર બેસી ગયા હતા. એક બીપીએલ રાશનકાર્ડ ધારક સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં પૂરતુ રાશન મળે છે કે કેમ? સમયસર દુકાન ખુલે છે? ક્યું રાશન આપે છે? આ બાબતની જાણકારી મેળવી હતી. સરપંચ નવનિતભાઇને જાણ થતાં તેઓ ત્યાં આવી પહોચ્યા હતા અને  વાતવાતમાં કહ્યું કે, સાહેબ તમે આવવાના છો તેની જાણ કરી હોત તો સારૂ થાત.  મુખ્યમંત્રીએ સ્મિત સાથે સહજતાથી સરપંચને કહ્યું કે, જો તમને જાણ કરી હોત તો તમે બધી તૈયારી કરી રાખી હોત. મારે તો ગામની વાસ્તવિક સ્થિતિ જાણવી હતી. મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વડોદરા આવવાના છે તે વાતથી અમે અજાણ હતા. મુખ્યમંત્રીએ એરપોર્ટ પર બોલાવ્યા હતા જેમાં મ્યુનિ. કમિશનર શાલીની અગ્રવાલ અને કલેકટરને એ બી ગોર, મારી સાથે હતા જ્યાં. તેમને એકતાનગરમાં રસ્તા,ગટર અને પાણીને લઇને સમસ્યાના નિરાકરણની વાત કરી હતી.

ગયા પછી અમને ખબર પડી કે આવેલા ભાઈ રાજ્યના મુખ્યમંત્રી છે : અરૂણભાઈ
હિન્દી ફિલ્મના નાયકની જેમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મહાનાયક બનીને વડોદરા શહેરના એકતાનગર ની મુલાકાત લીધી હતી. શહેરના નેતા અધિકારી સ્થાનિક નેતા કે સ્થાનિક ધારાસભ્ય પણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે તે વાતથી ઊંઘતા ઝડપાયા હતા. મુખ્યમંત્રી કોમનમેન ની જેમ એકતાનગર ને મુલાકાત લીધી હતી જ્યાં સ્થાનિકો સાથે સામેથી જઇને તેમને સમસ્યાઓ સાંભળી હતી. સ્થાનિકોને પૂછ્યું તમારી પાસે આયુષ્માન કાર્ડ શ્રમિક કાર્ડ વેરા ભરોસો કે નહીં કયા પ્રકારની તકલીફો પડે છે તેવી વાતચીત કરી હતી ક્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગંદાપાણીની સમસ્યાઓ છે પીવાનું પાણી આવતું નથી ગટરો ઊભરાય છે. સ્થાનિક અરુણ આદિવાસીએ જણાવ્યું હતું કે અમારા ઘરની સામે જ ગાડીમાંથી ઉતર્યા હતા અને હું મારા ઘરની અંદર બેઠો હતો કયા પ્રકારની સમસ્યાઓ છે કે અમને પોતાને રોડ પાણી અને ગટરની સમસ્યાઓ તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પચાસ વર્ષથી અમે એકતાનગરમાં રહીએ છે પરંતુ તેમના ગયા પછી અમને ખબર પડી કે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા.

ઈતિહાસમાં પ્રથમવાર મુખ્યમંત્રીએ ઝુપડાંવાસીની મુલાકાત લઈ સમસ્યા જાણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સલામ છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર મુખ્યમંત્રી ઝૂપડપટ્ટી વિસ્તારમાં સમસ્યા જાણી. જ્યાં કોર્પોરેટર અને ધારાસભ્યને પણ નિયમિત મુલાકાત લેતા નથી ત્યાં મુખ્યમંત્રી અચાનક મુલાકાત લે છે અને લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોની સમસ્યાઓ જાણીને એકતાનગરના રહીશોએ નેતાઓ અને અધિકારીઓની પોલ ખોલી હતી આ વિસ્તાર પ્રાથમિક સુવિધા સિવાયનો વિસ્તાર છે જ્યાં પીવાનું ચોખ્ખું પાણી નથી, ડ્રેનેજ ઉભરાય છે, રસ્તા નથી, લાઈટો સહિતની સુવિધાનો અભાવ છે, વરસાદ પડે ત્યારે હાઈવેનું પાણી એકતાનગરમાં આવતા વરસાદમાં એકતાનગર રોદ્ર સ્વરૂપ લે છે. મુખ્યમંત્રી સ્થાનિક રહીસોને મળતા સુવિધાથી વંચિત લોકો ગદીગડીત થઈ ગયા હતા. મુખ્યમંત્રી સિક્યુરિટીની ચિંતા કર્યા વગર સામાન્ય નાગરિકની જેમ વિસ્તારની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીનો વ્યવહાર એવો હતો કે લોકો એ સામે ચાલીને રજૂઆત કરી હતી. હિન્દુ મુસ્લિમ આ વિસ્તારમાં ભેગા રહે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ પ્રેમથી રહે છે.

કાઉન્સિલરોને વારંવાર રજૂઆત કરાઈ છતાં કામગીરીના નામે મીંડું : રહીશો
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગર ની મુલાકાત લીધી હતી તે રાજ્ય મંત્રી અને શહેરી વિધાનસભાના મનીષાબેન વકીલ નો મત વિસ્તાર છે. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ નો વોર્ડ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વિસ્તારના નાગરિકો મોરચો પીવાનું પાણી, ગંદકીને લઇને પાલીકામાંમાં આવે છે. સ્થાનિક મહિલાઓએ પીવાનું પાણી ચોખ્ખું આવતું નથી લો પ્રેસરથી પાણી આવે છે. દૂષિત પાણીમાં આવતા તંત્ર સામે વિરોધ કરીને માટલા પણ ફોડ્યા હતા. ચેરમેનના વોર્ડમાં સ્થાનિક કોર્પોરેટર આશીષ જોશીએ ૯ ફેબ્રુઆરીના રોજ પીવાનો પાણી લીકેજના ફોલ્ટની વાત કરી હતી. પરંતુ દોઢ મહિનાનો સમય થઈ ગયો હોવા છતાં પણ હજી પણ પાણી લીકેજ નો ફોલ્ટ મળતો નથી. સ્થાનિક કાઉન્સિલર કાશ માં ઉતર્યા હતા અને ત્યારબાદ મેયર અને ચેરમેન પણ કાશ માં ઉતર્યા હતા. જો કે વારંવાર સ્થાનિકો સ્થાનિક કોર્પોરેટર અને નેતાઓને રજૂઆત કરે છે પરંતુ તેઓ કોઇ પણ પ્રકારની કામગીરી કરતા નથી તેવો આક્ષેપ પણ કર્યો હતો.

સુખલીપુરાના પરિવારને સરકારી અનાજ મળે તેવી વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની જિલ્લા કલેકટરને તાકીદ
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર  પટેલે સુખલીપુરા ગામની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી જેમાં જિલ્લા વહિવટી તંત્રની કામગીરી પણ અનેક પોલો છતી થઇ હતી સુખલીપુરા ગામના પરિવારને એ.પી.એલ.કાર્ડ ને કારણે ફૂડ સિક્યુરિટી એક્ટ હેડળ મળવા પાત્ર સરકારી અનાજ મળતું ન હતું જે અંગે પરિવારે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી દરમ્યાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે એરપોર્ટ ખાતે જિલ્લા કલેક્ટરને પરિવારની મુશ્કેલીઓ અંગે વાકેફ કર્યા હતા અને તેમને સરકારી અનાજ મળતું થાય તે માટે જરૂરી કામગીરી કરવા સૂચનાઓ આપી હતી મુખ્યમંત્રીએ ધ્યાન દોરતાં જ તંત્ર હરકતમાં આવ્યું  હતું અને પરિવારના કાર્ડ બનાવી સરકારે અનાજ મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી.

Most Popular

To Top