Business

ક્રિસમસે સુરતના આયાતકારોની ચિંતા વધારી, શિપીંગ ચાર્જીસ વધી જતા કોલસા અને મશીનરીની આયાત મુશ્કેલ બની

સુરત: (Surat) કોરોના મહામારીના (Corona epidemic) લીધે વૈશ્વિક સ્તરે માલસામાનની હેરફેર (Goods Transportation) ખોરવાઈ હતી. કોરોનાની પહેલી લહેર વખતે વિશ્વના અનેક દેશમાં લોકડાઉન (Lock Down) હતું. લોકડાઉન ખૂલ્યા બાદ શિપીંગ કંપનીઓ (Shipping companies) પાસે કન્ટેઈનરની અછત (Lack of containers) સર્જાઈ હતી, જેના લીધે શિપીંગ ચાર્જીસ (Shipping charges) અનેક ગણા વધી ગયા હતા. એક વર્ષ બાદ માંડ પરિસ્થિતિ થાળે પડી રહી હતી ત્યાં ક્રિસમસના (Christmas) લીધે ફરી એકવાર શિપીંગ ચાર્જીસમાં ઉછાળો આવતા સુરતના આયાતકારોની ચિંતા વધી છે.

નાતાલ અને ચાઈનીઝ ન્યુયરના (Chinese New Year) પર્વને લીધે ડિમાન્ડ વધતા શિપિંગ કંપનીઓના કન્ટેઈનરની અછત સર્જાઈ છે. એક સમયે 5000 ડોલરના બોટમે પહોંચેલા કન્ટેઈનર ચાર્જીસ વધીને 7000 ડોલર થયા છે. કોરોના સંક્રમણની બીજી લહેર વખતે કન્ટેનર ચાઇના (China) અને યુરોપના (Europe) દેશોના પોર્ટ (Port) પર અટકી જતા ભાવો આસમાને પહોંચ્યા હતા. તેને લીધે ઇન્ડસ્ટ્રીયલ કૉલસો (Industrial Coal) અને ટેક્સટાઇલ મશીનરીના (Textile machinery) ભાવો વધી ગયા છે.

વોટરજેટ (Water Jet) , એરજેટ (Air Jet) , જેકાર્ડ (Jacquard) સહિતની ટેક્સટાઈલ મશીનરીઓને શિપિંગ કન્ટેનર ચાર્જીસ અને વેઈટિંગ અસર વર્તાઈ રહી છે. કોરોનાકાળ પહેલા કન્ટેનરનો ચાર્જ 1200 થી 1800 ડોલર જેટલો હતો. જે હવે ખૂબ વધી ગયો છે. ટેક્સટાઇલ મશીનરી ઈમ્પોર્ટ કરનાર વિવર્સ અગ્રણી મયુર ગોળવાળા કહે છે કે સુરત અને સેલવાસમાં ટેક્સટાઇલ મશીનરીઓની માંગ તો છે પણ ચીનમાં અને યુરોપમાં તહેવારોને લીધે કન્ટેનરનો ઉપયોગ વધી જતાં શોર્ટ સપ્લાયને લીધે ભાવો વધ્યા છે. રજાઓને લીધે શિપિંગ કંપનીઓ દ્વારા એડવાન્સ નોંધણી કરી દેવાતાં કન્ટેઈનરની અછતથી ટેક્સટાઇલ મશીનરીઓ ઈમ્પોર્ટ કરવામાં વેઈટિંગ ચાલી રહ્યું છે.

Most Popular

To Top