National

ચીની વાઇરસે ભારતમાં હાહાકાર મચાવ્યો, 5 લાખથી વધુના મોત

નવી દિલ્હી: ચીનના કોરોનાના (Covid) પ્રકોપથી ભારતમાં (India) ફરી એક વાર હાહાકાર મચી ગયો છે. તેમજ ચીનમાં (China) પણ સંક્રમણની ગતિ ઝડપથી વધી રહી છે. ચીનમાં સ્થિતિ એટલી હદ સુધી વણસી ચૂકી છે કે, કોરોનાને કારણે એક પછી એક થઈ રહેલા મૃત્યુથી સ્મશાનગૃહ (Crematorium) 24 કલાક કામ (Work) કરી રહ્યા છે. તેમજ ભારતમાં હમણા સુધીમાં 63 કેસ (Case) નોંધાઇ ચૂક્યા છે.

ભારતીય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, 24 ડિસેમ્બર સુધી દેશમાં કુલ 63 જેએન.1 કોવિડ વેરિઅન્ટ કેસ નોંધાયા છે. જેમાં કુલ 63 કેસમાંથી 34 ગોવાના, 9 મહારાષ્ટ્ર, 8 કર્ણાટક, 6 કેરળ, 4 તમિલનાડુ અને 2 તેલંગાણાના છે. તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ પણ નવી ગાઇડ લાઇન જણાવી હતી. આ સાથે જ કોવિડની રસીથી જ આ વેરિઅન્ટનો પણ ઇલાજ શક્ય છે તેમ જણાવ્યુ હતું.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અખબારી નિવેદનમાં એ પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે કે, ભારતમાં રવિવારના 3,742ની સરખામણીમાં સોમવારે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 4,054 થઈ ગઈ છે. કેરળમાં પણ એક મૃત્યુ નોંધાયું હતું, જ્યાં કોવિડ સબ-વેરિઅન્ટ જેએન.1 પ્રથમવાર મળી આવ્યો હતો. જેનાથી દેશભરમાં મૃત્યુઆંક વધીને 5,33,334 થયો હતો.

વાયરલ ચેપમાં વધારા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને કોવિડ -19 નિયંત્રણ-અને-વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ પર ભાર મૂક્તો રાજ્ય સરકારોને પત્ર લખ્યો હતો. પંતે સરકારોને આ રોગના સંક્રમણમાં વધારો થવાના જોખમને ઘટાડવા માટે જરૂરી જાહેર આરોગ્ય પગલાં લેવાની સલાહ પણ આપી હતી.

જેએન.1, ઓમિક્રોન વંશનો વંશજ છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તેને ‘રુચિના પ્રકાર’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. તે છેલ્લા કેટલાક અઠવાડિયામાં સૌથી ઝડપથી ફેલાતા વાયરસમાંનો એક બની ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં જેએન.1 વેરિઅન્ટના પ્રવેશની સાથે કોરોનાના કેસો પણ વધવા માંડ્યા છે અને અનેક સ્થળે નવેસરથી માસ્ક સહિતની કાળજીઓની સૂચના જાહેર કરવામાં આવી છે.

આ સાથે જ રિપોર્ટ અનુસાર કોવિડના આ વેરિએન્ટના ફેલાવાને કારણે ચીનમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સ્મશાનગૃહો પર ફરી એક વાર ભીડ જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા સબ-વેરિઅન્ટ જેએન.1ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ‘વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે, તાજેતરના દિવસોમાં ઘણા દેશોમાં જેએન.1ના કેસ નોંધાયા છે. તે સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

Most Popular

To Top