National

અયોધ્યામાં 95 બાળકોનું દીલધડક રેક્સ્યુ, જાણો સમગ્ર ધટના

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યા (Ayodhya) બાળ આયોગે શુક્રવારે 27 એપ્રિલે રેસ્ક્યુ કર્યા હતા. આ બાળકોને બિહારથી (Bihar) ગેરકાયદેસર (Illegal) રીતે ઉત્તર પ્રદેશ લાવવામાં આવ્યા હતા. તેમજ તેમને કોઇ પણ વિગતોની જાણ ન હતી, કે તેમને શા માટે અહીં લાવવામાં આવ્યા છે. તેમની પુછપરછમાં ફક્ત એટલું જ જાણી શકાયું કે કોઇ હાફીઝજીએ તેમની માતાને કહીં તેમને ભેગા કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ બાળ કલ્યાણ સંસ્થાએ અયોધ્યામાં એક બસમાંથી 95 બાળકોને બચાવ્યા છે. લઘુમતી સમુદાયના આ બાળકોને બિહારના અરરિયાથી યુપીના મદરેસા માટે લાવવામાં આવી રહ્યા હતા. આ બસમાં 95 બાળકો ઉપરાંત બે ડઝનથી વધુ મુસાફરો પણ મુસાફરી કરી રહ્યા હતા. આ સાથે જ બસમાં એવા ઘણા બાળકો છે જેમના માતાપિતા નથી. બાળ કલ્યાણ સમિતિનું કહેવું છે કે સમગ્ર મામલામાં એક મોટું કૌભાંડ અને છેતરપિંડી હોવાની સંભાવના છે.

આ 95 બાળકોમાં ઘણા એવા બાળકોનો સમાવેશ થાય છે કે જેમના માતા-પિતા નથી તેવા બાળકોને રેસ્ક્યુ બાદ હાલ માટે તેઓને આશ્રય ગૃહોમાં રાખવામાં આવશે. તેમજ જે બાળકોના માતા પિતા હયાત છે તેવા બાળકોના માતા પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ 95 બાળકોની ઉંમર 5 વર્ષથી 9 વર્ષની વચ્ચે હોવાનું અનુમાન છે. આ બાળકોને બાળ કલ્યાણ સમિતિના લોકોએ અયોધ્યાના દેવકાલી ચારરસ્તા પાસે બસમાંથી બચાવ્યા હતા. જે બસમાંથી બાળકોનું રેસ્ક્યુ કરાયુ હતુ તે બસમાં બાળકોને પશુઓની જેમ ભરવામાં આવ્યા હતા. બાળ કલ્યાણ સમિતિના સભ્યોનું કહેવું છે કે આમાંથી ઘણા બાળકોના આધાર કાર્ડ નકલી હોઈ શકે છે. તેમજ આ મામલો કોઈ મોટા ષડયંત્રનો ભાગ પણ હોઈ શકે છે.

હાફિઝજીનો કમાલ: બાળકો ટ્રેપમાં ફસાયા
બાળકો કઇ રીતે ટ્રેપમાં ફસાયા તેનો ખુલાસો આ બાળકો એ જ કર્યો હતો. બાળકોના જણાવ્યા મુજબ હાફીઝજી નામક મૌલવીએ તેમની માતાને બાળકોને મોકલવા કહ્યું અને તેમની માતાએ બાળકોને મોકલી દીધા. આ બાળકો પૈકી કેટલાંક બાળકોને હાફિઝજી તેમના ઘરેથી લઈ ગયા હતા.

હાફીઝજીએ તેમને ઘરેથી ઉપાડ્યા, બસમાં બેસાડ્યા અને મોકલી આપ્યા. આ સાથે જ જે બાળકો અનાથ હતા તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને ઘરે લઇ જવામાં આવી રહ્યા છે. પરંતુ જ્યારે બાળકોને પૂછવામાં આવ્યું કે તેઓ શુ જાણે છે? ત્યારે ભોપાળો ફુટ્યો અને જાણવા મળ્યુ કે બાળકો કંઈપણ જાણતા નથી, હાફિઝજીએ તેમની ફોન કર્યો હતો, અને માતાએ તેમને મોકલ્યા હતા.

Most Popular

To Top