Dakshin Gujarat

ચીખલીમાં બારણા પાસે માટી પુરાણના વિવાદમાં પિતા-પુત્રીના માથા ફોડી નંખાયા

ઘેજ: (Dhej) ચીખલી નજીકના સમરોલીમાં ઘરના બારણા પાસે માટી પુરાણના વિવાદમાં પિતા-પુત્રીને (Father Daughter) લોખંડના સળિયાથી માથામાં મરાતા બંનેને હોસ્પિટલમાં (Hospital) સારવાર લેવાની નોબત આવી હતી. તેથી પોલીસે મારામારી કરનાર પાંચ જેટલા ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

  • ચીખલીના સમરોલીમાં માટી પુરાણાના વિવાદમાં પિતા-પુત્રીના માથા ફોડી નખાયા
  • પોલીસે ઘટનામાં હુમલો કરનારા પાંચેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ, સમરોલીના ધોર ફળિયામાં ફરિયાદી નિરાલીબેન દિપકભાઇ કો.પટેલના કાકા જગદીશભાઇએ પોતાના ઘરના બારણા પાસે પુરાણ ઉપર પાણી છાંટતા હતા. ત્યારે ગત રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં પાડોશીએ તમો પુરાણ કરો છો તે અમોને નડતરરૂપ છે તેમ કહી જગદીશભાઇ અને તેમના પત્નીને લાકડાથી મારતા વચ્ચે બચાવવા જતા નિરાલીબેન અને તેના પિતા દિપકભાઇને લોખંડના સળિયાથી માથામાં મારતા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા બંને પિતા પુત્રીને માથામાં ટાંકા લેવા પડયા હતા. પોલીસે ઉપરોકત બનાવમાં શંકરભાઇ રણછોડભાઇ, લીલાબેન રાજેશભાઇ પટેલ, જગદીશભાઇ રણછોડભાઇ પટેલ, તેજસ જગદીશભાઇ પટેલ, પુષ્પાબેન જગદીશભાઇ પટેલ (તમામ રહે. સમરોલી ધોરી ફળિયા તા.ચીખલી) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિજલપોરમાં ધૂળેટીના દિવસે રંગ લગાવવાની આડમાં આધેડના સગીરા સાથે અડપલા
નવસારી : વિજલપોરમાં ધૂળેટીના દિવસે રંગ લગાવવાની આડમાં આધેડે સગીરા સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી હોવાનો બનાવ વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ધૂળેટીનો તહેવાર એકબીજાને રંગ લગાવી રંગેચંગે ઉજવવા માટે હોય છે. ધૂળેટીમાં લોકો એકબીજાને ગુલાલ લગાવી, રંગ લગાવી તેમજ પાણીનો ઉપયોગ કરી ધૂળેટી ઉજવતા હોય છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો અ તહેવારોનો દુરુપયોગ કરતા હોય છે. વિજલપોરમાં એક આધેડે ધૂળેટીના તહેવારનો દુરુપયોગ કરી સગીરા સાથે શારીરિક અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે. વિજલપોરના રામનગર-2 માં રહેતા વિષ્ણુ પ્રતાપસિંગ રાજપૂતે (ઉ.વ.આ. 41) વિજલપોરમાં બહેનપણી સાથે ધૂળેટી રમતી સગીરાને રંગ લગાવવાના બહાને નજીક ગયો હતો. જ્યાં વિષ્ણુએ સગીરાની આબરૂ લેવાના ઈરાદાથી તેણીને શારીરિક અડપલા કરી છેડતી કરી હતી. જેથી સગીરા ગભરાઈ જતા તેણીએ સમગ્ર આપવીતી તેના પરિવારજનોને જણાવી હતી. આ બનાવ અંગે સગીરાના પિતાએ વિજલપોર પોલીસ મથકે વિષ્ણુ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.ડી. મંડોરાએ હાથ ધરી છે.

Most Popular

To Top