Dakshin Gujarat

ચીખલીમાંથી પસાર થતાં હાઇવેના સર્વિસ રોડનું નવીનીકરણ શરૂ થતા વાહનચાલકોને રાહત

ઘેજ: ચીખલી (Chikhli) તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઇવેના (National Highway) સર્વિસ રોડનું નવીનીકરણ હાઇવે ઓથોરિટી દ્વારા ચોમાસુ (Monsoon) વીત્યાને દિવસો બાદ આખરે શરૂ કરાતા વાહનચાલકોને (Motorists) રાહત થશે. જો કે સર્વિસ રોડ પર કેટલીક જગ્યાએ વરસાદી ડ્રેનેજ પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

  • ચીખલીમાંથી પસાર થતાં હાઇવેના સર્વિસ રોડનું નવીનીકરણ શરૂ થતા વાહનચાલકોને રાહત
  • સર્વિસ રોડ પર કેટલીક જગ્યાએ વરસાદી ડ્રેનેજ પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું
  • હાઇવે ઓથોરિટીને ફૂરસદ મળી હોય તેમ સર્વિસ રોડ ઉપર સીલકોટ મારી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે

ચોમાસા દરમ્યાન નેશનલ હાઇવેના સમરોલી, મજીગામ, સમરોલી સહિતના વિસ્તારમાં સર્વિસ રોડની સપાટી કેટલીક જગ્યાએ બેસી જવા સાથે મસમોટા ખાડાઓ પડ્યા હતા અને ડામરની સપાટીનું નામોનિશાન ગાયબ થઇ જવા પામ્યું હતું. જેને લઇને ખાસ કરીને સ્થાનિક વાહનચાલકોએ મુશ્કેલી વેઠવી પડી રહી હતી. આ દરમ્યાન હાલે ચોમાસાની વિદાયના ઘણા દિવસો બાદ હાઇવે ઓથોરિટીને ફૂરસદ મળી હોય તેમ સર્વિસ રોડ ઉપર સીલકોટ મારી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી વાહનચાલકોને રાહત થશે એ ચોક્કસ છે.

જો કે સમરોલી, થાલા સહિતના વિસ્તારમાં હાઇવેના સર્વિસ રોડ પર ચોમાસામાં મોટી માત્રામાં પાણી ભરાયેલા રહે છે. વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થાને અભાવે સામાન્ય વરસાદમાં પણ સર્વિસ રોડ પર પાણી ભરાઇ જતા હોય છે. બીજી તરફ ખાસ કરીને થાલામાં સ્પંદન હોસ્પિટલ પાસે અને તેની સામે ડ્રેનેજના પાણીનો છેલ્લા કેટલાક સમયથી બારે માસ વહેતા હોય છે અને સ્પંદન હોસ્પિટલ પાસે તો ગંદકી સાથે તીવ્ર દુર્ગધ પાણી આ ગંદા પાણીના કારણે ફેલાતી હોય છે ત્યારે સર્વિસ રોડના નવીનીકરણ સાથે તંત્ર દ્વારા વરસાદી અને ડ્રેનેજના પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા કરી નક્કર કામગીરી કરવી જોઇએ.

મજીગામ અને થાલા હાઇવેનો અધૂરો સર્વિસ રોડ પૂર્ણ થાય તે જરૂરી
વધુમાં મજીગામ અને થાલા પાસે હાઇવેના વર્ષોથી અધૂરા સર્વિસ રોડને પૂર્ણ કરવાની દિશામાં પણ હાઇવે ઓથોરિટિ જાગે તે જરૂર છે. હાઇવે સર્વિસ રોડની અધૂરી કામગીરીથી લોકોને ઘણા લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ઘણીવાર વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકાતા હોય છે. આ મુદ્દે નિરાકરણ લાવવા માટે કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઇ દ્વારા સંકલન સમિતિની બેઠકમાં પણ રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top