Dakshin Gujarat

CCTV: વલસાડમાં પોલીસ ચોકીની સામે આવેલા હનુમાન મંદિરમાંથી દાનપેટી ચોરાઈ

વલસાડ: ચોર લૂંટારાઓ પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય તેમ વલસાડના છીપવાડમાં જાહેર માર્ગ પર બનેલા હનુમાન મંદિરમાંથી દાનપેટી ચોરી ગયા છે. ચોરીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 15મી જાન્યુઆરીની રાત્રે આ ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ચોર ઈસમ લાંબો સમય સુધી મંદિર પાસે ઉભો રહે છે અને અનેકવારના પ્રયાસ બાદ ગ્રીલ તોડીને મંદિરની અંદરથી દાન પેટીની ચોરી કરે છે. ચોરીના આ સીસીટીવી ફૂટેજ જોતા તો એવું લાગી રહ્યું છે કે જાણે વલસાડમાં પોલીસ પ્રશાસન જ નથી. કડકડતી ઠંડીમાં પોલીસ રાત્રિ પેટ્રોલિંગ કરવાના બદલે ઊંઘી જતી લાગે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના છીપવાડમાં હનુમાન મંદિર આવેલું છે. અહીં ગઈ તા. 15 મી જાન્યુઆરીને વાસી ઉત્તરાયણની મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. ચોર ઈસમો મંદિરની બહાર રોડ પર લાંબો સમય સુધી ઉભા રહ્યાં હતાં, ત્યાર બાદ તક જોઈને મંદિરની ગ્રીલ તોડી હતી અને અંદર રાખેલી દાન પેટી લઈ ફરાર થઈ ગયા હતા.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

તમને જણાવી દઈએ કે છીપવાડ પોલીસ ચોકીની સામે જ હનુમાનજીનું મંદિર આવેલું છે. તેમ છતાં અહીં ગ્રીલ તોડીને દાનપેટી ચોરાઈ છે. ત્યારે સવાલ એ ઉભો થયો છે કે શું કડકડતી ઠંડીમાં પોલીસ ઊંઘી ગઈ હતી. પોલીસ ચોકીની સામે જ હનુમાન મંદિરમાંથી ચોરી થઈ અને પોલીસને ખબર પણ પડી નહીં. તો આ સમગ્ર વિસ્તારની સલામતી પોલીસ કેવી રીતે કરશે? આવા સવાલો ઉઠી રહ્યાં છે.

સેલવાસમાં વાછરડાની તસ્કરી નિષ્ફળ બનાવાઈ
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ સેલવાસના મસાટ વિસ્તારમાં વાછરડાની તસ્કરીની ઘટના સામે આવી છે. ગૌતસ્કરો વાછરડાને બેભાન કરી રસ્તા પરથી ઘસડીને વાહનમાં નાખે એ પહેલા જ એક ટ્રક ડ્રાઇવર સરદારજીની સતર્કતાને પગલે ગૌ તસ્કરી કરવા આવેલા લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

જાણકારી પ્રમાણે સેલવાસ મસાટના પાદરીપાડા પાસે એક વાડી જેવી પાર્કિંગની જગ્યા પર 4 થી 5 લોકો વિચરતા ઢોરો અને ગૌવંશોના વાછરડાઓને બેભાન કરી તેમને ગળા અને પગના ભાગે દોરડા વડે બાંધી જમીન પર ઢસડીને લઈ જતા હતા. આ દરમ્યાન એક ટ્રક ડ્રાઇવર સરદારજીએ તેમની ટ્રક પાર્કિંગ કરી હોઈ ત્યારે એમને કંઈ અજુક્તું લાગતા અજાણ્યા લોકોએ તેમની ટ્રકમાંથી ડીઝલ ચોરવાનો પ્રયાસ કરતા હોય એવું લાગતા તેઓ ટ્રકમાંથી ઉતરી જોતા અમુક લોકો ગાયના વાછરડાને જમીન પર ઢસડીને લઈ જતા હતા. આ ઘટના જોતા સરદારજીએ તુરંત ગૌતસ્કરો સાથે બાથ ભીડી વાછરડાઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં અન્ય લોકો પણ ભેગા થઈ જતાં વાછરડાને ઉઠાવવા આવેલા તસ્કરો ત્યાંથી કારમાં બેસી સેલવાસ તરફ ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરતા પોલીસની એક ટીમ પણ સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી કરી ટ્રક ડ્રાઇવરનું નિવેદન લઈ આ મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top