Entertainment

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને મળ્યું આ વિશિષ્ટ સન્માન

કાન્સ: ફ્રાન્સમાં કાલથી કાન્સ ફિલ્મ ફેસ્ટીવલની (Cannes Fim Festival) શરૂઆત થઇ ગઇ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને પ્રથમવાર કન્ટ્રી ઓફ ઓનરનું (Country of Honour) સન્માન આપવામાં આવ્યુ છે. આ ફિલ્મ ફેસ્ટિવલના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ દેશને કન્ટ્રી ઓફ ઓનર નું સત્તાવાર સન્માન મળી રહ્યુ છે અને આ સન્માન ભારતના નામે કરવામાં આવ્યું છે. ભારતને આ સન્માન એ સમયે મળી રહ્યું છે જ્યારે ફ્રાંસ અને ભારત તેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂરા કરી રહ્યા છે. આ વખતે ત્યાં ભારતની કલા સંસ્કૃતિની (Culture) ઝલક પણ જોવા મળી રહી છે.

આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 17મે થી 28મે સુધી ચાલશે. આ ફેસ્ટમાં ભારતને કન્ટેન્ટ હબ ઑફ ધ વર્લ્ડના રૂપે રજૂ કરવામાં આવશે. ફેસ્ટિવલમાં ભારતીય સંગીતનું પણ વિશેષ પ્રદર્શન કરવામાં આવશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય અભિનેત્રી દિપીકા પાદુકોણ એક જૂરી મેમ્બર તરીકે પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે કાન્સમાં ભારતને ‘કન્ટ્રી ઓફ ઓનર’ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. આ સન્માનથી પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ વર્ષે ભારતને આઝાદ થઈને 75 પૂર્ણ થયા છે. ભારતની આ 75મી વર્ષગાંઠ છે. જ્યારે બીજી તરફ કાન્સ ફેસ્ટિવલને પણ 75 વર્ષ થયા છે. અને તેની પણ વર્ષગાંઠ છે. આ સાથએ જ તેમણે વધુમાં કહ્યું હતું કે આ 75 વર્ષ ભારત-ફ્રેન્ચના સંબંધોને વધુ ખાસ અને મજબૂત બનાવે છે.

ભારતને વિશ્વનો સૌથી મોટો ફિલ્મ નિર્માતા દેશ ગણાવતા મોદીએ કહ્યું હતું કે, “આપણા ફિલ્મ ક્ષેત્રની વિવિધતા નોંધપાત્ર છે અને સમૃદ્ધ વારસો અને સાંસ્કૃતિક વિવિધતા આપણી તાકાત છે.” તેમણે વધુમાં કહ્યું કે ભારત પાસે કહેવા માટે ઘણી બધી વાર્તાઓ છે અને દેશમાં ખરેખર વિશ્વનું કન્ટેન્ટ હબ બનવાની અપાર ક્ષમતા છે.

કાન્સમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુક ધ માર્ચે ડુ ફિલ્મના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેરોમ પેલાર્ડ અને ગ્યુલેમ એસ્મિઓલ સાથે બેઠક કરશે અને ભારત સાથે વધુ વ્યવસાયિક ભાગીદારીની શક્યતાઓ પર ચર્ચા કરશે. ત્યાર બાદ તેઓ કાન્સમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેમની સાથે ભારતીય સિંગર એઆર રહેમાન, પ્રસૂન જોશી, શેખર કપૂર અન્ય ભારતીય સેલિબ્રિટીઓ પણ હાજર રહેશે.

Most Popular

To Top