World

કેલિફોર્નિયામાં લેન્ડિંગ પહેલા પ્લેન ક્રેશ, 6નાં મોત

નવી દિલ્હી: કેલિફોર્નિયા (California) એરપોર્ટ (Airport) નજીક એક નાનું પ્લેન ક્રેશ (Plane crash) થયું છે. આ દુર્ઘટનાને કારણે પ્લેનમાં આગ (Fire) લાગી હતી અને 6 લોકોના મોત (Death) થયા છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર લોસ એન્જલસથી લગભગ 130 કિમી દક્ષિણ પૂર્વમાં મુરીએટામાં સવારે 4.15 કલાકે આ અકસ્માત (Accident) થયો હતો. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. આ અકસ્માતની માહિતી મળતા જ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન પ્લેનમાં લાગેલી આગને બુઝાવવામાં 1 કલાકથી વધુનો સમય લાગ્યો હતો.

  • પ્લેન રનવેથી 500 ફૂટ પહેલા ક્રેશ થઈ
  • હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી
  • પ્લેનમાં લાગેલી આગને બુઝાવવામાં 1 કલાકથી વધુનો સમય લાગ્યો હતો

યુએસ ફેડરલ સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી બોર્ડની ટીમ દ્વારા પ્લેન ક્રેશની તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્લેન લાસ વેગાસથી કેલિફોર્નિયા જઈ રહ્યું હતું. પ્લેને લાસ વેગાસ એરપોર્ટ પરથી સવારે 3.15 કલાકે ઉડાન ભરી હતી. ત્યારપછી પ્લેન મુરીએટા શહેર પાસે ક્રેશ થયું હતું. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર પાયલટ પ્લેનને લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન ચારે બાજુ ધુમ્મસ છવાઈ ગયું હતું.

આ પછી પાયલટે એટીસી એટલે કે એર ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કર્યો અને પરિસ્થિતિ વિશે માહિતી આપી. આ પછી એટીસીએ પાયલટને લેન્ડ કરવાની મંજૂરી આપી. જે બાદ જ્યારે પાયલોટે પ્લેનને લેન્ડ કરવાનું શરૂ કર્યું તો પ્લેન રનવેથી 500 ફૂટ પહેલા ક્રેશ થઈ ગયું. તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારના રોજ મુરીએટાના ફ્રેન્ચ વેલી એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ એક પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં માત્ર પાયલટનું મોત થયું છે જ્યારે 3 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Most Popular

To Top