National

મોદી સરકારને મોટી રાહત, CAA પર સ્ટે નહીં: સુપ્રીમ કોર્ટે સરકારને ત્રણ સપ્તાહનો આપ્યો સમય

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (Citizenship Amendment Act 2019) એટલે કે CAA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં (Supreme Courte) દાખલ 200 થી વધુ અરજીઓ પર મંગળવારે તા. 19 માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ CJIએ આદેશ આપ્યો કે સરકારે જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે. પરંતુ કોર્ટે તેમને ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. આમ, સીએએ પર હાલ પુરતો કોઈ સ્ટે મુકવામાં આવ્યો નથી. જે મોદી સરકાર માટે મોટી રાહત સમાન છે.

સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલે કોઈને નાગરિકતા ન આપવાની વિનંતી કરી હતી. સિબ્બલે કહ્યું કે કોર્ટે આગામી સુનાવણીની તારીખ 19 એપ્રિલ નક્કી કરી છે. દરમિયાન જો નાગરિકતા આપવામાં આવશે તો અમે ફરીથી કોર્ટનો સંપર્ક કરીશું. તમને જણાવી દઈએ કે CAA વિરુદ્ધની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

નોંધનીય છે કે, CAAને 11 ડિસેમ્બર, 2019 ના રોજ ભારતની સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો વ્યાપક ચર્ચા અને વિરોધનો વિષય બન્યો છે. CAA 1955 ના નાગરિકતા કાયદામાં સુધારો કરે છે. આ કાયદો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયોના ઇમિગ્રન્ટ્સ માટે ભારતીય નાગરિકત્વ મેળવવાનો માર્ગ મોકળો કરે છે જેઓ પોતપોતાના દેશોમાં ધાર્મિક અત્યાચારનો ભોગ બન્યા છે અને 31 ડિસેમ્બર પહેલા ભારત આવ્યા છે. 2014 અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશ કર્યો હતો.

ચૂંટણી સમયે નોટિફિકેશન સામે વાંધો
ગયા અઠવાડિયે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટ સમક્ષ IUMLની અરજીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ચૂંટણીઓ માથે છે. તેથી સંસદ દ્વારા CAA પસાર થયાના ચાર વર્ષ પછી નિયમોને સૂચિત કરવાથી સરકારની ઇરાદા શંકાસ્પદ બને છે.

અરજદારોમાં આ અગ્રણી નામોનો સમાવેશ થાય છે
કાયદાને પડકારતી અરજીકર્તાઓએ કહ્યું છે કે CAA મુસ્લિમો સાથે ધર્મના આધારે ભેદભાવ કરે છે. તેમણે દલીલ કરી છે કે આ બંધારણની કલમ 14 હેઠળ ‘સમાનતાના અધિકાર’નું ઉલ્લંઘન કરે છે.

અરજીકર્તાઓમાં કેરળની ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા, કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસ નેતા દેવબ્રત સૈકિયા, NGO રિહાઇનો સમાવેશ થાય છે. મંચ અને સિટિઝન્સ અગેન્સ્ટ હેટ, આસામ એડવોકેટ્સ એસોસિએશન અને કાયદાના કેટલાક વિદ્યાર્થીઓ.

Most Popular

To Top