Columns

રાશિ પરથી વ્યવસાય માર્ગદર્શન

નક્ષત્રો પરથી વ્યવસાય અને કારકિર્દીની સમજ મેળવ્યા પછી હવે રાશિ આધારે વ્યવસાયનું માર્ગદર્શન મેળવીએ. રાશિ એટલે ચંદ્રરાશિ. તમારા જન્માક્ષરમાં ચંદ્ર જે રાશિમાં હોય તે પ્રમાણે આ માર્ગદર્શન છે. સૂર્યરાશિ, લગ્નરાશિ, દશમેશની રાશિ પરથી પણ આ વ્યવસાયની પસંદગી કરી શકાય. તમારી નામ રાશિ જો ચંદ્રરાશિ કરતા અલગ હોય તો આ માર્ગદર્શન ફકત ચંદ્રરાશિ પ્રમાણે જ ગ્રહણ કરવું.

(૧) મેષ રાશિ
સેના, પોલીસમાં નોકરી, લુહારી કામ, કસાઇ અને તેને લગતા કાર્યો, આગની ભઠ્ઠી કે તેની સાથેના કાર્યો, મિસ્ત્રીકામ, રેલ્વે એન્જીન ચાલક, ઇજનેર, સંશોધક, દંત ચિકિત્સક, કામદાર, નેતા, રમતગમતના ખેલાડી તથા રમતગમત ક્ષેત્રના વ્યવસાય તથા પોતાની પહેલથી શરૂ થયેલા વ્યવસાયનો વેપારી.

(૨) વૃષભ રાશિ
વ્યાજ પર ઉધાર આપનાર, બેંકર, ખજાનચી, કલાત્મક વસ્તુનો વ્યપાર કે વ્યવસાય, ઝવેરી, શિલ્પકાર, ગાયક, જાહેરાતના ક્ષેત્રમાં કામ કરનાર, આર્કિટેકટ તથા ઇન્ટીરીયર ડીઝાઇનર, બાગાયતી ખેતી, જમીન – મકાનનો દલાલ, બિલ્ડર, દિવાની કોર્ટ કર્મચારી, ભૂસ્તર (જમીન) ખાતાના સર્વેયર વગેરે.

(૩) મિથુન રાશિ
સંવાદદાતા, વ્યાખ્યાતા, લેખક, કાર ડ્રાઇવર, રેડીયો – ટીવી કલાકાર, ઉદ્‌ઘોષક, સેલ્સમેન, દૂભાષિયા – અનુવાદક, ઓછા શ્રમવાળા કાર્ય કરનાર, સચિવ, પોસ્ટમેન, દલાલ, ટેલીફોન ઓપરેટર, પાઇલોટ, અધ્યાપક, પ્રવચનકાર, રમત ગમતના કોમેન્ટેટર વગેરે કાર્યો.

(૪) કર્ક રાશિ
જુની – એન્ટીક કલાકૃતિનો સંગ્રહ – વેપાર, ઇતિહાસકાર, ઇતિહાસ ખાતે જોડાયેલ વસ્તુનો વેપાર, ભોજન વૈજ્ઞાનિક, ફૂડ ઇન્સ્પેકટર, મત્સ્યપાલન – માછીમારી, હોટલ રેસ્ટોરન્ટના ક્ષેત્ર, નૌસેનિક, બાળકોના અધ્યાપક તથા કાઉન્સેલર, ગૃહિણી – ઘરઘાટી, નર્સ વગેરે ક્ષેત્ર.

(૫) સિંહ રાશિ
પ્રાધ્યાપક, રમતવીર, અભિનેતા, નૃત્યકલા, ખેતી, હેરડ્રેસર, ઝવેરી તથા સોની, સમાજ કલ્યાણ વિભાગ, સરકારી નોકરી, ધર્મસ્થાન અધ્યક્ષ, સંચાલન ક્ષેત્ર, નેતા વગેરે કાર્યો.(૬) કન્યા રાશિ
શિલ્પકાર, ચિત્રકાર, સમીક્ષક, લેખક, આલોચક, નિરીક્ષક, પોલીસમેન, માળી, ડોકટર, દાંતનો ડોકટર, નર્સ, શિક્ષણકાર, અધ્યાપક, આંકડાશાસ્ત્રી, એકાઉન્ટન્ટ વગેરે ક્ષેત્ર.

(૭) તુલા રાશિ
રીસેપ્સનીસ્ટ, કલ્યાણ વિભાગમાં કાર્ય, રાજદૂત, ડિઝાઇનર, બ્યુટીશ્યન, વેલ્યુઅર, વકીલ, ન્યાયાધીશ, નાટ્‌ય અભિનય ક્ષેત્ર, નિર્દેશક તથા ફિલ્મ નાટક નિર્માતા વગેરે.
(૮) વૃશ્ચિક રાશિ
દવા વિક્રેતા, નાણાકીય સલાહકાર, વેપાર, જાસૂસી, ખેતી, પોલીસ ખાતુ, પ્લમ્બર, મનોવૈજ્ઞાનિક, સર્જન, વિજ્ઞાન તથા ટેકનોલોજીના શોધકર્તા, આધ્યાત્મિક સલાહકાર, ઇન્કમટેકસ વિભાગ, પૂજાપાઠ કર્મકાંડ, જયોતિષના કાર્યો.

(૯) ધન રાશિ
પુસ્તક વિક્રેતા, ઘોડાનો પ્રશિક્ષક, સંશોધન કાર્ય કરનાર, ભાષાંતરકાર, દૂભાષિયા, શિક્ષક, અધ્યાપક, ગ્રંથપાલ, દાર્શનિક, પ્રકાશન કાર્ય, ખેલાડી તથા રમતગમતનું ક્ષેત્ર, ટૂર ઓપરેટર, પશુ ચિકિત્સક, લેખક, વકીલ, ન્યાયાધીશ, મહંત, પીઠાધીશ્વર વગેરે.
(૧૦) મકર રાશિ
દુર્લભ વસ્તુનો વેપાર, આર્કિટેકટ, કોન્ટ્રાકટર, દાંતના ડોકટર, ખેતી, મુખ્ય શિક્ષક, અધ્યાપક, આચાર્ય, રાજનેતા, વૈજ્ઞાનિક, સર્વેયર, સંગીતજ્ઞ, પ્રશાસક, સરકારી અધિકારી, ઇજનેર જેવા કાર્યો.

(૧૧) કુંભ રાશિ
પુરાતત્વ શોધકર્તા, અંતરિક્ષ યાત્રી, જ્યોતિષી, રેડિયો ટીવી ઉદ્‌ઘોષક, કમ્પ્યુટર પ્રોગ્રામર, દાન સંગ્રહકર્તા, વિદ્યુત વિભાગ, પાઇલોટ, સમાજશાસ્ત્રી, નવા આવિષ્કાર શોધનાર, લેખક જેવા કાર્યો.
(૧૨) મીન રાશિ
સ્ટેજ આર્ટીસ્ટ, અભિનેતા, હોસ્પિટલના કાર્યો, જેલના કાર્યો, માછલીનો વેપાર, પુરોહિત, આધ્યાત્મિક સલાહકાર, લેખક, પશુ વિશેષજ્ઞ, જંગલના શોધકર્તા, ઝૂઓલોજીસ્ટ વગેરે કાર્યો.

Most Popular

To Top