SURAT

સુરતમાં રેમડેસિવિર ઇ્જેક્શનની કાળા બજારી કરતા બંટી-બબલી: સુરત ક્રાઇમ બ્રાંચે પતિને પર ઝડપી પાડ્યો

સુરતઃ શહેરના અડાજણ (adajan) ખાતે રહેતું દંપત્તિ (couple) હોમલોનના હપ્તા ચૂકવવા માટે રેમડેસિવિર ઇ્જેક્શન (remdesivir injection)ની કાળા બજારી (black marketing) કરતું હોવાનું ક્રાઇમબ્રાન્ચે શોઘી કાઢી ગુનો નોંધ્યો હતો. જે તે સમયે પત્નીની ધરપકડ (wife arrest) કરી હતી. પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (corona report positive) આવતા તે સારવાર હેઠળ હતો. દરમિયાન કોરોનામાંથી સાજો થતા હિતેશ મહેન્દ્રભાઈ રેતીવાલાની ક્રાઈમ બ્રાંચે આજે ધરપકડ બતાવી હતી.

ક્રાઈમ બ્રાંચ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે સાઈ રચના સોસાયટીમાં રહેતા હિતેશભાઈ મહેન્દ્રભાઈ રેતીવાલા રેતી-કપચીનો વ્યવસાય કરે છે. તેમની પત્ની રશ્મીબેન અડાજણ ખાતે આવેલી માલવીયા હોસ્પિટલમાં મેડિક્લેમનું કામ કરે છે. રશ્મીબેનને હોસ્પિટલ દ્વારા સાત હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે. રશ્મીબેનએ હોસ્પિટલના મેડિકલમાંથી તેમના સંબંધીના નામે પાંચ રેમડેસિવિર ઇન્જેક્શન લીધા હતાં. 1260 રૂપિયાના કિમતે લીધેલા આ ઇન્જેક્શન રશ્મીબેન અને તેમના પતિ કાળાબજારી કરી એક ઇન્જેક્શન 11 હજાર રૂપિયામાં વેચતા હતાં. આ અંગે ક્રાઈમ બ્રાંચને જાણ થતાં તેમને ગત 6 મે એ ડમી ગ્રાહક દ્વારા તેમનો સંપર્ક કરી ઝડપી પાડ્યા હતાં. જે તે સમયે ક્રાઈમ બ્રાંચે દંપત્તિને ઝડપી પાડ્યા બાદ હિતેશભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તે સારવાર હેઠળ હતો. પત્નીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દરમિયાન આજે હિતેશભાઈની ક્રાઈમ બ્રાંચે ધરપકડ બતાવી હતી. ઉલ્લેખનીય છે કે દંપત્તિએ હોમ લોનના હપ્તા ચૂકવવા માટે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરી હતી. આ સિવાય હિતેશભાઈને રેતીકપચીના વ્યવસાયમાં દેવું પણ થયું હતું.

આરોપી 21 દિવસથી સારવાર હેઠળ હતો, 1 દિવસના રિમાન્ડ મંજૂર
ક્રાઈમ બ્રાંચ પોલીસના જણાવ્યા મુજબ આરોપી હિતેશને પકડ્યા બાદ કોરોના પોઝિટિવ આવતા 21 દિવસ સારવાર હેઠળ હતો. સારવાર દરમિયાન તેની તબિયત વધારે બગડતા તેને વચ્ચે ચારેક દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો. 21 દિવસની સારવાર બાદ સાજો થતા આજે ધરપકડ બતાવી કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

Most Popular

To Top