Business

ગુજરાતમાં બુલેટ ટ્રેનના પ્રોજેકટમાં આ મોટું કામ ઉમેરાયું, પ્રોજેકટ નવો આકાર લેવા જઈ રહ્યો છે

ગુજરાત: ભારત (India) રેલ્વેમાં પણ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. વંદે ભારત ટ્રેન (Train) પછી ગુજરાતમાં (Gujarat) બુલેટ ટ્રેનનું (Bullet Train) કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. હવે આ પ્રોજેકટ નવો આકાર લેવા જઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાતની એલ એન્ડ ટી (L&T) એટલેકે લાર્સન અને ટ્યુબ્રીસ કંપનની નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન તરફથી બીજો મોટો કરાર મળ્યો છે. જણાવી દઈએ કે નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન એટલે કે એમએએચએસઆર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે પણ ઓળખાય છે.

  • આ પ્રોજેટર માટે રૂપિયા 2,500 કરોડથી રૂ. 5,000 કરોડ ખર્ચ થવાની સંભાવના
  • પ્રોજેક્ટ એવી રીતે વિકસિત થઈ રહ્યો છે કે લોકોને ટ્રાફિકમાં મુશ્કેલી ન આવે
  • રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશનને 82 હેક્ટરના ક્ષેત્રમાં ડેપો તૈયાર કરવાનો કરાર મળ્યો

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે લાર્સન અને ટ્યુબર કંપનીએ સોમવારના રોજ તેઓને મળેલા આ પ્રોજેકટના સંદર્ભમાં શેરબજારને જાણકારી આપી હતી. તેઓએ જણકારી આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશનને 82 હેક્ટરના ક્ષેત્રમાં ડેપો તૈયાર કરવાનો કરાર મળ્યો છે. આ ડેપો અમદાવાદના સાબરમતીમાં તૈયાર થવાનો છે. જો કે કંપનીએ આ કરારનું મૂલ્ય જાહેર કર્યું નથી. પરંતુ આ પ્રોજેટર માટે રૂપિયા 2,500 કરોડથી રૂ. 5,000 કરોડ ખર્ચ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. વઘારામાં તેઓએ જાણકારી આપી હતી કે એલ એન્ડ ટી બાંધકામના બિલ્ડિંગ અને ફેક્ટરી વ્યવસાયને એનએચએસઆરસીએલથી ગુજરાતમાં સાબરમતી ડેપો બનાવવાનો કરાર મળ્યો છે. તે આ કાર્યને સોજીઝ કોર્પોરેશન સાથેના જોડાણમાં પૂર્ણ કરશે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ પ્રોજેક્ટ એવી રીતે વિકસિત થઈ રહ્યો છે કે લોકોને ટ્રાફિકમાં મુશ્કેલી ન આવે. ટ્રેન સવારે 6 વાગ્યાથી ચાલવાનું શરૂ થશે અને બપોરે 12 વાગ્યા સુધી ચાલશે.

Most Popular

To Top