Entertainment

રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટ વિવાદ પર પોલીસ નોટિસ સાથે ઘરે પહોંચી પરંતુ..

મુંબઈ: થોડા દિવસો પહેલા બોલિવુડ (Bollywood) એકટર રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ (Nude Photoshoot) ખૂબ જ વાયરલ થયું હતું. જેને લઈને બોલિવુડ એકટર રણવીર વિવાદોમાં ઘેરાયો હતો. એક NGOએ રણવીર સિંહ વિરુદ્ધ FIR પણ નોંધાવી હતી. તેણે કહ્યું કે રણવીર સિંહનું આ ન્યૂડ ફોટોશૂટ જોઈને મહિલાઓના મનમાં શરમ પેદા થશે. તેની માંગ એ પણ હતી કે રણવીરની નગ્ન તસવીરો ટ્વિટર (Tweeter) અને ઈન્સ્ટાગ્રામ (Instagram) પરથી હટાવી દેવી જોઈએ. આ સંબંધમાં મુંબઈ પોલીસ (Police) રણવીર સિંહના ઘરે પહોંચી હતી.

  • રણવીર સિંહે 22 ઓગસ્ટે ચેમ્બુર પોલીસમાં હાજર થવું પડશે
  • રણવીર સિંહે પીપલ્સ મેગેઝિન માટે આ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું

ચેમ્બુર પોલીસ રણવીર સિંહને નોટિસ આપવા તેના ઘરે ગઈ હતી. તેણે આ નોટિસ 16 ઓગસ્ટ સુધીમાં સોંપવાની છે, પરંતુ પોલીસને અભિનેતા મુંબઈની બહાર ગયો હોવાની જાણકારી મળી આવી હતી. ઘરે ન મળવાને કારણે પોલીસ ખાલી હાથે પાછી ફરી હતી. નોટિસમાં લખવામાં આવ્યું છે કે રણવીર સિંહે 22 ઓગસ્ટે ચેમ્બુર પોલીસમાં હાજર થવું પડશે. રણવીર વિરુદ્ધ IPCની કલમ 509, 292, 294, IT એક્ટની કલમ 67A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રણવીર સિંહે પીપલ્સ મેગેઝિન માટે આ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું.

વધી રહેલા વિવાદને કારણે સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીએ અભિનેતાને સમર્થન આપ્યું હતું. તેમાં આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, પરિણીતી ચોપરા, પ્રિયંકા ચોપરા, મસાબા ગુપ્તા, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર, દિયા મિર્ઝા, રામ ગોપાલ વર્મા, પૂનમ પાંડેનો સમાવેશ થાય છે. આ ન્યૂડ ફોટોશૂટ માટે દીપિકા પાદુકોણે રણવીર સિંહને સૌથી વધુ સપોર્ટ કર્યો હતો. આ શૂટ દરમિયાન અભિનેત્રી તેના પતિ સાથે રહી હતી. જોકે, દીપિકા પાદુકોણે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ‘જયેશભાઈ જોરદાર’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ તેને બહુ રિસ્પોન્સ મળ્યો નહોતો. બાદમાં તેને એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સિવાય રણવીર સિંહ પાસે બે ફિલ્મો છે. રોહિત શેટ્ટીની ‘સર્કસ’ અને કરણ જોહરની ‘રોકી અને રાનીની લવસ્ટોરી’. બંને ફિલ્મો આવતા વર્ષે 2023માં રિલીઝ થશે.

Most Popular

To Top