National

“સર તન સે જુદા” ભાજપના MLAને PFI તરફથી મળી ધમકી, કહ્યું- આવું થઈને રહેશે

સોલાપુર: (Solapur) મહારાષ્ટ્રના (Maharashtra) સોલાપુરના બીજેપી ધારાસભ્યને પીએફઆઈ (PFI) તરફથી ધમકીના સમાચાર આવ્યા છે. ધારાસભ્ય વિજય કુમાર દેખમુખને (vijay Kumar Deshmukh) જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધારાસભ્યએ સોલાપુર પોલીસને લેખિત ફરિયાદ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ટૂંક સમયમાં એફઆઈઆર (FIR) નોંધવામાં આવશે. ધારાસભ્યએ પોલીસને (Police) કહ્યું છે કે પીએફઆઈના લોકોએ તેમનું માથું શરીરથી અલગ કરવાની ધમકી (Threat) આપી છે.

  • મહારાષ્ટ્રના સોલાપુરના બીજેપી ધારાસભ્યને પીએફઆઈ તરફથી ધમકી
  • સર તન સે જુદા.. આવી ધમકી મળી
  • ધારાસભ્યએ સોલાપુર પોલીસને લેખિત ફરિયાદ કરી
  • પત્રમાં લખ્યું છે- એક દિવસ અયોધ્યા, કાશી, મથુરામાં પણ બ્લાસ્ટ થશે
  • પત્રમાં લખ્યું છે કે સિમી પર પ્રતિબંધ મૂકાયો પછી શું થયું? બધાએ જોયું

મળતી માહિતી મુજબ સોલાપુરના ધારાસભ્ય વિજય કુમાર દેશમુખને ધમકીભર્યો પત્ર મળ્યો છે. ધારાસભ્યનો દાવો છે કે આ પીએફઆઈનો પત્ર છે. પત્રની ટોચ પર I love PFI લખેલું છે. જેમાં વિજય કુમારનું નામ લેતા લખ્યું છે કે માથું શરીરથી અલગ કરી દેવામાં આવશે. તેને ધમકી તરીકે ન લો, પરંતુ તે થઈને રહેશે. સાથે જ આ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે એક દિવસ અયોધ્યા, કાશી, મથુરામાં પણ બ્લાસ્ટ થશે.

પત્રમાં પ્રતિબંધિત સંગઠન સિમીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે
પત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકારે PFI પર પ્રતિબંધ મૂકીને ખોટું કર્યું છે. તેના પરિણામો ભોગવવા પડશે. પત્રમાં પ્રતિબંધિત સંગઠન સિમીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે સિમી પર પ્રતિબંધ મૂકાયો પછી શું થયું? બધાએ જોયું. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે PFI પર એક લાખ વખત પણ પ્રતિબંધ લગાવશો તો અમે ફરી ફિનિક્સની જેમ જીવી ઉઠીશું. તમે લોકોએ અમારા જેવા ઝેરી સાપની પૂંછડી પર પગ મૂક્યો છે. હવે અમારા બાળકો ચૂપ નહીં રહે.

NIAએ ઘણા રાજ્યોમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા
નોંધપાત્ર વાત એ છે કે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત 11 રાજ્યોમાં ઘણા સ્થળોએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના પરિસર પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. PFI નેતાઓએ NIAની આ કાર્યવાહી સામે વિરોધ પણ નોંધાવ્યો હતો. સરકારે આ સંગઠન PFI પર 6 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. દરોડા દરમિયાન કેરળમાં 22 લોકો ઉપરાંત કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 20-20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તમિલનાડુમાંથી સૌથી વધુ 10ની ધરપકડ કરવામાં આવી છે.

બીજી તરફ NIA ટીમે આસામમાંથી 9, ઉત્તર પ્રદેશમાંથી 8, આંધ્રપ્રદેશમાંથી 5 અને મધ્ય પ્રદેશમાંથી 4 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે દિલ્હી અને પુડુચેરીમાંથી પણ 3-3 લોકો ઝડપાયા હતા. રાજસ્થાનમાંથી પણ બેની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીના PFI પ્રમુખ પરવેઝની પણ NIAની ટીમે ધરપકડ કરી હતી. PFI સભ્યોએ NIAની કાર્યવાહીને લઈને ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Most Popular

To Top