National

ભાજપ-કોંગ્રેસ વચ્ચે નામ બદલવાની રાજનીતિ: નેહરુ બાદ હવે ભાજપના આ વડાપ્રધાનનું નામ નિશાના પર

પટના: (Patna) ભાજપ કોંગ્રેસ (BJP-Congress) વચ્ચે હવે મોમોરિયલ અને પાર્કના નામ બદલવાની રાજનીતિ (Politics) શરૂ થઈ હોય તેમ લાગી રહ્યું છે. નેહરૂ બાદ હવે અટલ બિહારી વાજપેયી તે અંગે નિશાના પર છે. 16 ઓગસ્ટના રોજ તેજ પ્રતાપ યાદવે તેમના ટ્વિટર હેન્ડલ પરથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી પરંતુ એક સપ્તાહની અંદર તેમણે અટલ પાર્કનું (Park) નામ બદલી નાખ્યું છે.

નામ બદલવાની રાજનીતિ દિલ્હીથી શરૂ થઈને હવે પટના સુધી પહોંચી ગઈ છે. બિહાર સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી ‘અટલ પાર્ક’ નામના પાર્કનું નામ બદલીને ‘કોકોનટ પાર્ક’ રાખી દીધું છે. ભાજપે આ અંગે ઊંડો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તેને અટલ બિહારી વાજપેયી પ્રત્યે અપમાનજનક વલણ ગણાવ્યું છે. આ પહેલા કેન્દ્ર સરકારે દિલ્હીમાં નહેરુ મેમોરિયલનું નામ બદલીને વડાપ્રધાનના નામ પર કર્યું હતું. જેની સામે કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ‘ઇન્ડિયા’ નામના ગઠબંધનમાં કોંગ્રેસના સહયોગી જનતા દળ યુનાઈટેડ અને રાષ્ટ્રીય જનતા દળની સરકારે અટલ પાર્કનું નામ બદલી નાખ્યું છે. આનાથી રાજકારણ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

બિહાર સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવે આજે સોમવારે અટલ પાર્કનું નામ બદલીને કોકોનટ પાર્ક કરી દીધું છે. માહિતી અનુસાર પહેલા આ પાર્કનું નામ કોકોનટ પાર્ક હતું. 2018માં તેનું નામ બદલીને અટલ પાર્ક કરવામાં આવ્યું હતું. કોકોનટ શબ્દ સાથે કોઈ રાજકીય પક્ષની લાગણી જોડાયેલી ન હોવાથી આ નામ બદલવા અંગે કોઈ વિવાદ થયો ન હતો. પરંતુ પાર્કનું નામ અટલ બિહારી વાજપેયીના નામથી બદલી નાંખવાને લઈને ભારે વિવાદ થયો છે.

નોંધનીય છે કે 16 ઓગસ્ટના રોજ તેજ પ્રતાપ યાદવે પણ તેમના ટ્વિટર હેન્ડલ પરથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી પરંતુ એક અઠવાડિયામાં જ તેમણે અટલ પાર્કનું નામ બદલી નાખ્યું હતું. જેના કારણે બિહારનું રાજકારણ ગરમાયું છે.

બીજી તરફ 00ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે થોડા દિવસો પહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે તેણે તેને પૂર્વ વડાપ્રધાનનું સન્માન ગણાવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું હતું કે અટલજી તેમને કેટલું સન્માન આપતા હતા. પરંતુ હવે તેમની જ સરકારના એક મંત્રીએ પાર્કનું નામ અટલ બિહારી વાજપેયીના નામથી બદલી કોકોનટ પાર્ક કરી દીધું છે. તેમણે કહ્યું કે આ અટલ બિહારી વાજપેયીનું સીધું અપમાન છે. નીતીશ કુમારે એ પણ જણાવવું જોઈએ કે નામ બદલવા પર તેમનું સાચું વલણ શું છે.

Most Popular

To Top