National

Bilkis Bano Case: કોણ છે બિલ્કિસ બાનો અને તે દિવસે બિલ્કિસ અને તેના પરિવાર સાથે શું થયું હતું? જાણો..

બિલ્કીસ બાનો (Bilkis Bano Case) અને તેનો પરિવાર 2002ના ગુજરાત રમખાણોના (Riots) પીડિતોમાંથી એક છે. કોમી હિંસા દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક દુષ્કર્મ (Rape) થયો હતો અને તેના પરિવારના 7 જટલા સભ્યોની હત્યા (Murder) કરવામાં આવી હતી જેમાં બિલ્કિસની સાઢા ત્રણ વર્ષની દિકરી પણ હતી. કોણ છે બિલ્કિસ અને તેની સાથે આ ઘટના કેવી રીતે બની તે તમને જણાવીએ.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગાવવામાં હતી. આ ઘટનામાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 ભક્તોના મોત થયા હતા. આગની આ ઘટના બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. બિલ્કીસ બાનોનો પરિવાર આ રમખાણોથી પ્રભાવિત ઘણા પરિવારોમાંનો એક હતો. ગોધરાની ઘટનાના ચાર દિવસ બાદ 3 માર્ચ 2002ના રોજ બિલ્કીસના પરિવારને ભારે ક્રૂરતાનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે 21 વર્ષની બિલ્કિસના પરિવારમાં બિલ્કિસ અને તેની સાડા ત્રણ વર્ષની પુત્રી સાથે અન્ય 15 સભ્યો હતા. તોફાનીઓએ બિલ્કિસના પરિવારના સાત સભ્યોની હત્યા કરી નાંખી હતી.

27 ફેબ્રુઆરીની ઘટના બાદ રાજ્યમાં કોમી રમખાણો ફેલાઈ ગયા હતા. બિલ્કીસ બાનોનો પરિવાર દાહોદ જિલ્લાના રાધિકપુર ગામમાં રહેતો હતો. હુલ્લડો વધતા જોઈ પરિવારે ગામ છોડીને ભાગી જવાનું નક્કી કર્યું. તે સમયે બિલ્કીસ પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેણી તેની સાડા ત્રણ વર્ષની પુત્રી સાલેહા અને અન્ય 15 પરિવારના સભ્યો સાથે ગામ છોડીને ભાગી ગઈ હતી. 3 માર્ચ 2002ના રોજ પરિવાર છાપરવાડ ગામમાં પહોંચ્યો અને પન્નીવેલા ગામ તરફ જતા પાકા રસ્તાને અડીને આવેલા ખેતરમાં છુપાઈ ગયો. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ 11 દોષિતો સહિત લગભગ 20-30 લોકોએ હાસિયા, તલવાર અને લાકડીઓથી સજ્જ થઈને બિલ્કિસ અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બિલ્કિસની સાડા ત્રણ વર્ષની પુત્રી સહિત સાત લોકો માર્યા ગયા હતા.

ગયા વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટમાં બિલ્કિસ બાનોની અરજીની સુનાવણી દરમિયાન બિલ્કિસ બાનોના વકીલે દર્દનાક ઘટના સંભળાવી હતી. તેમના વતી હાજર રહેલા એડવોકેટ શોભા ગુપ્તાએ કહ્યું કે આ કોઈ આકસ્મિક ઘટના નથી, ગુનેગારો તેમનો પીછો કરી રહ્યા હતા. ગુનેગારો બિલ્કિસનો પરિવાર ક્યાં છુપાયો છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ લોહીના તરસ્યા હતા. વકીલે કોર્ટને કહ્યું કે ‘ તે સમયે બિલ્કિસ પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેની સાથે ઘણી વખત ક્રૂરતાપૂર્વક સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અને તેની સાડા ત્રણ વર્ષની પુત્રીને પથ્થર પર પટકી પટકીને મારી નાંખવામાં આવી હતી.’ વકીલે જણાવ્યું હતું કે તેણી હુમલાખોરોને વિનંતી કરતી રહી પરંતુ તેઓએ તેણી કે તેના પરિવાર પ્રત્યે કોઈ દયા દર્શાવી નહીં.

વકીલે આગળ કહ્યું, ‘બિલ્કિસની માતા અને પિતરાઈ બહેન સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી. ચાર સગીર ભાઈઓ અને બહેનો…તેમની પિતરાઈ બહેનના બે દિવસના બાળક…કાકી અને અન્ય પિતરાઈ ભાઈઓની હત્યા કરવામાં આવી હતી. એડવોકેટ શોભાએ કહ્યું કે જે મૃતદેહો મેળવી શકાયા હતા તેઓના માથા અને છાતી કચડાયેલી મળી આવી હતી. તેમણે કહ્યું કે જો કે 14 લોકોના મોત થયા હતા પરંતુ માત્ર સાતના મૃતદેહ જ મળી શક્યા હતા કારણ કે જ્યાં આ ઘટના બની હતી તે જગ્યા સુરક્ષિત ન હતી.

માત્ર બિલ્કિસ તેના પરિવારના પુરુષ સભ્યો અને ત્રણ વર્ષનો બાળક આ હુમલામાં બચી ગયો હતો. બિલ્કિસ ઘટના પછી ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી બેભાન રહી હતી. ભાનમાં આવ્યા પછી તેણે આદિવાસી મહિલા પાસેથી કપડાં ઉછીના લીધા હતા. ત્યારબાદ તે એક હોમગાર્ડને મળી હતી જે તેને લીમખેડા પોલીસ સ્ટેશન લઈ ગયો જ્યાં તેણે હેડ કોન્સ્ટેબલ સોમાભાઈ ગોરી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર ગોરીએ ફરિયાદના મહત્વના તથ્યો છુપાવ્યા હતા અને તેને તોડી મરોડીને પ્રસ્તુત કર્યા હતા.

ગોધરા રાહત છાવણીમાં પહોંચ્યા બાદ જ બિલ્કીસને તપાસ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. થોડા દિવસો પછી તેમનો મામલો રાષ્ટ્રીય માનવાધિકાર પંચ અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. અહીંથી મામલાની સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ પછી જાન્યુઆરી 2008માં વિશેષ અદાલતે 11 આરોપીઓને બળાત્કાર, હત્યા, ગેરકાયદેસર ભેગા થવા અને અન્ય કલમોમાં દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં સજા ભોગવી રહેલા 11 દોષિતોને 15 ઓગસ્ટ 2023ના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

Most Popular

To Top