Dakshin Gujarat

અરવિંદ કેજરીવાલ નર્મદાની જેલમાં બંધ AAPના ધારાસભ્યને મળ્યા, ભાજપ પર સાધ્યું નિશાન

અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સોમવારે અહીં જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈત્રા વસાવાને મળ્યા હતા. ત્યાર બાદ તેમણે દાવો કર્યો કે સત્તાધારી ભાજપ તેમની ‘અત્યાચાર અને તાનાશાહી’ની હદ વટાવી ગઈ છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ કેજરીવાલ અને ભગવંતસિહ માનએ આજે રવિવારે ગુજરાતના ભરૂચ જિલ્લાના આદિવાસી બહુલ નેત્રંગ વિસ્તારમાં વસાવાના સમર્થનમાં રેલીને સંબોધી હતી. જ્યાં દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે વસાવા થોડા મહિનામાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પરથી AAPના ઉમેદવાર તરીકે ચુંટણી લડશે. તેમજ વસાવા હાલમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય છે. ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા હાલમાં ભરૂચ લોકસભા બેઠક પરથી સાંસદ છે.

શા માટે AAP ધારાસભ્ય ચૈત્રા વસાવાની ધરપકડ કરવામાં આવી?
જણાવી દઇયે કે ચૈત્રા વસાવાને 14 ડિસેમ્બર 2023ના રોજ નર્મદા જિલ્લામાં સ્થાનિક આદિવાસીઓ દ્વારા જંગલની જમીન પર ખેતી સંબંધિત મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરતી વખતે વન અધિકારીઓને ધમકી આપવા અને હવામાં ગોળીબાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેમના પત્ની શકુંતલાબેનની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ચૈત્રા વસાવા અને શકુંતલાબેનનો ઉત્સાહ ઊંચો છેઃ અરવિંદ કેજરીવાલ
કેજરીવાલ અને અન્ય AAP નેતાઓ નર્મદાના રાજપીપળા જિલ્લાની જેલમાં ધારાસભ્યને મળ્યા હતા. બાદમાં મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું, ‘અમે ચૈત્રા વસાવા અને શકુંતલાબેનને મળ્યા હતા. તેઓ સ્વસ્થ છે. તેમની આત્મા શુધ્ધ છે. તેઓ લડશે અને સંઘર્ષ કરશે. વધુમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, અમારે ગુજરાતમાંથી ભાજપને જડમૂળથી ઉખેડી નાખવું છે અને આ કાર્ય જનતા જ કરશે. કારણ કે ભાજપે તેમના અત્યાચાર અને તાનાશાહી હદ વટાવી ચૂકી છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે ધારાસભ્યને જેલમાં મોકલવામાં આવ્યા હતા, કારણ કે તેણે જનતાને અસર કરતા મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ધારાસભ્ય અને તેમની પત્નીની ધરપકડથી ગુજરાતમાં આદિવાસી સમુદાય ગુસ્સે છે. તેમજ આદિવાસીઓએ રવિવારે (ભરૂચમાં) રેલીમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

સાથે જ પંજાબના મુખ્યમંત્રી માનએ કહ્યું કે જે રીતે ભાજપ લોકો માટે લડી રહેલા લોકો સામે કાર્ય કરે છે તે સમગ્ર દેશ માટે પડકાર છે. તેમણે દાવો કર્યો હતો કે, ‘જે લોકો માટે કામ કરે છે અને લોકપ્રિય છે, તેને ED અને CBIનો ઉપયોગ કરીને બનાવટી કેસોના આધારે જેલમાં મોકલવામાં આવે છે.’ તેમણે કહ્યું, ‘આ તાનાશાહી છે લાંબા સમય સુધી નહીં ચાલે. ચૈત્રા વસાવા એક લોકપ્રિય નેતા છે જેઓ જનતા માટે લડ્યા હતા. તેમજ તેમની પત્નીને જેલ પણ કરવામાં આવી હતી.’

માને કહ્યું કે રવિવારે રેલીમાં જોવા મળેલો જન ગુસ્સો દર્શાવે છે કે આદિવાસી સમુદાયે ચૈત્ર વસાવાની ધરપકડને અપમાન તરીકે લીધી છે. ચૈત્રા વસાવા 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા AAPના પાંચ ધારાસભ્યોમાંથી એક છે. તેમજ આ પાંચમાંથી એક વિસાવદર મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભૂપેન્દ્ર ભાયાણીએ 12 ડિસેમ્બર, 2023ના રોજ રાજીનામું આપ્યું હતું.

Most Popular

To Top