Dakshin Gujarat Main

બંધ પડેલી બાઇકને ચાલુ કરતા સમયે ટ્રકે બે યુવાનને અડફેટે લીધા

માંડવી: માંડવીના તડકેશ્વર ગામે ટ્રક (Truck) અને બાઈક (Bike) વચ્ચે અકસ્માત (Accident) સર્જાતાં બાઈકસવાર બે યુવાનને ગંભીર ઈજા થવાથી સારવાર હેઠળ ખસેડાયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ માંડવી-કીમ મુકામેથી વાંકલ ગામે એ.સી. બનાવવા માટે જતી વખતે માંડવી-કીમ રોડ પર આવેલા તડકેશ્વરથી બજાજ ડિસ્કવરી નં.(GJ-5 -EP-2179) ગાડી અચાનક બંધ થતાં રોડની (Road) સાઈડમાં ઊભી રાખી ચાલુ (Start) કરવાના પ્રયત્ન કરી રહ્યા હતા. એ દરમિયાન માંડવી તરફથી આવે રહેલી ટ્રક નં.(GJ-21-T-5503)ના ચાલકે પૂરઝડપે હંકારતાં બંધ પડેલી ગાડીને ચાલુ કરવાના પ્રયત્ન કરી રહેલા અદનાન અસલમ શેખને પગના ભાગે ઈજા થઈ હતી. અને સરફરાજ ગુલામ પઠાણને પગ તથા માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે તડકેશ્વરની શિફા હોસ્પિટલમાં (Hospital) ખસેડાયા હતા. પરંતુ ઇજા વધુ હોવાથી કામરેજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પલસાણાના કારેલીથી ચોરીની બાઇક સાથે બે ઝડપાયા
પલસાણા: પલસાણા તાલુકાનાં કારેલી ગામે આવેલ એક સોસાયટીના પાર્કિંગમાંથી મોટરસાઇકલની ચોરી કરનાર બે શખ્સને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. બાઇકની ચોરી કર્યા બાદ આ બંને શખ્સ બાઇક ઉપર કારેલી વિસ્તારમાં ફરી રહ્યા હતા. પોલીસે પકડાયેલા બંને શખ્સો પાસેથી બાઇક, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 36 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.30 માર્ચના રોજ રાત્રિના સમયે પલસાણાના કારેલી ગામે આવેલા આરાધના સ્કાય પાર્ક-1 નજીક પાર્કિંગમાંથી અજાણ્યા તસ્કરો બાઇક નં.(જીજે-05-એનઇ-3315)ની ચોરી કરી ભાગી ગયા હતા. જે અંગે મોટરસાઇકલના માલિક અરુણ મિશ્રાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદ મંગળવારે સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કારેલીથી બાઇકની ચોરી કરનાર બંને શખ્સ કારેલી વિસ્તારમાં બાઇક ઉપર ફરી રહ્યા છે. જે હકીકતના આધારે એલસીબી પોલીસે કારેલી ગામે પહોંચી તુલસી મિલ નજીકથી ચોરીની બાઇક સાથે અનિલકુમાર ભાગીરથ યાદવ તથા રંજીત ઉર્ફે રણજીત સીયારામ વર્માને ઝડપી પડ્યા હતા. પોલીસે બાઇક, એક મોબાઈલ ફોન તેમજ રોકડા 1 હજાર મળી કુલ રૂ.36 હજારનો મુદ્દામાલ કબજે કરી આ બંને આરોપીનો કબજો પલસાણા પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top