શેરડી અને ડાંગર પકવતા ખેડૂતોને સરકારે આપી મોટી રાહત: હવે ખાતર સસ્તુ પડશે, જાણો નવા ભાવ

સુરત: કેન્દ્રના ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandviya) ફોસ્ફેટ અને પોર્ટાશના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ વધતાં ખેડૂતોને બીજીવાર સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને ખેડૂત આગેવાનોએ આવકારી છે. ફર્ટિલાઈઝર મંત્રીએ ચાલુ વર્ષે 14000 કરોડની પ્રથમવાર સબસિડી આપી હતી. આજે ફરી 28000 કરોડની સબસિડીની જાહેરાત કરવામાં આવી છે. જેથી ખેડૂતો કિફાયતી ભાવે ખાતરની ખરીદી કરી શકે.

ડીએપી પર સબસિડી 1200 રૂ.થી વધારી 1650 કરી છે. જ્યારે યુરિયા પર સબસિડી 1600થી વધારી 2000 કરી છે. એનપીકે પર 900 રૂ.ની સબસિડી વધારી 1015 કરી છે. જ્યારે એસએસબી ઉપર 315થી વધારી 375 કરી છે. કોટન ફેડરેશન ઓફ ઈન્ડિયાના ગુજરાતના ડિરેક્ટર અને જિલ્લાના ખેડૂત આગેવાન જયેશ એન્ડ પટેલ (દેલાડ) જણાવ્યું હતું કે, ફર્ટિલાઈઝર મંત્રીએ રવિની સિઝનને ધ્યાનમાં રાખી ખેડૂતોના હિતમાં 28000 કરોડની સબસિડી જાહેર કરી છે.

જેથી ખેડૂતો પર વધારાનો બોજ ન પડે અને ખેડૂતો મુશ્કેલી વિના તેમનો પાક ઉગાડી શકે. સરકારે ખેડૂતોના સંગઠનો અને સંસ્થાઓની માંગણી સ્વીકારી છે, તે આવકાર્ય છે. જ્યારે ખેડૂત સમાજના આગેવાનોનું કહેવું છે કે, એનપીકે પર માત્ર 100 રૂપિયા જેટલી સબસિડી વધારી છે. જેમાં 265 રૂપિયાનો વધારો નોંધાયો હતો. તે જોતાં જે ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં એનપીકે ખાતરનો ઉપયોગ કરે છે તેમને કોઈ ખાસ લાભ થશે નહીં. સરકારે ઉત્તર અને દક્ષિણ ભારતની ખેતીની સ્થિતિને ધ્યાને રાખી નિર્ણય લીધો છે.

ક્રિભકોએ સબસિડીની જાહેરાત પછી 50 કિ.ગ્રા.ની બેગમાં નવા ભાવ જાહેર કર્યા

  • ઉત્પાદક જૂની સબસિડી વધારાયેલી સબસિડી છૂટક કિંમત
  • ડીએપી 1211.75 1650.00 1200.00
  • એનપીકે 918.85 1018.85 1470.00
  • (12-32-16)
  • એનપીકે 814.65 914.65 1470.00
  • (10-26-26 )
  • એનપીએસ 656.55 756.55 1300.00

Related Posts