Sports

મુંબઇ ઇન્ડિયન્સને મોટો ઝટકો, સુર્યાકુમાર યાદવ IPLમાંથી બહાર?

નવી દિલ્હી: IPL 2024ની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) આઈપીએલ 2024માં રમવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy) તરફથી મંજૂરી મળી નથી. આવી સ્થિતિમાં તે IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થઈ શકશે નહીં.

સૂર્યકુમાર યાદવ પગની ઘૂંટીની સર્જરી બાદ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબીલીટેશન હેઠળ છે. તે હજુ પણ આઈપીએલમાં રમવા માટે ફિટ નથી.એક અહેવાલ મુજબ નેશનલ ક્રિકેટ એકેડમીએ સૂર્યકુમાર યાદવને રમવાની મંજૂરી આપી નથી. આવી સ્થિતિમાં 21 માર્ચે તેનો વધુ એક ફિટનેસ ટેસ્ટ થશે. જો તે આ ટેસ્ટ પાસ કરશે તો તેને IPLમાં રમવાની મંજૂરી મળી શકે છે.

સૂર્યકુમાર યાદવની પ્રતિક્રિયા
સૂર્યકુમાર યાદવે પણ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે તૂટેલા દિલની પોસ્ટ કરી છે. જેના પરથી કહી શકાય કે તે નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી મંજૂરી ન મળવાથી દુખી છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ જૂનમાં ટી20 વર્લ્ડ કપ પણ રમવાનો છે. આવી સ્થિતિમાં વિશ્વ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને સૂર્યકુમાર યાદવ માટે આ લીગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સૂર્યાએ પરત ફરવાની રાહ જોવી પડશે
સૂર્યા ICC T20 રેન્કિંગમાં નંબર વન પર છે. ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન તેને ઈજા થઈ હતી. ઈજાના કારણે તે આ વર્ષે એક પણ મેચ રમ્યો નથી. જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવ મુંબઈના સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેનોમાંના એક છે. તેની બેટીંગ IPLમાં ઘણી સારી જોવા મળી છે. આઈપીએલમાં તે અત્યાર સુધી 139 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 32.17ની એવરેજ અને 1 સદીની મદદથી 3249 રન બનાવ્યા છે.

ક્યાં રમાશે IPL? BCCI સેક્રેટરી જય શાહે આપ્યું મોટું અપડેટ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પુષ્ટિ કરી છે કે IPL વિદેશમાં આયોજિત કરવામાં આવશે નહીં. બીસીસીઆઈના સચિવ જય શાહે તેને વિદેશમાં શિફ્ટ કરવાની અટકળોને ફગાવી દીધી છે. જય શાહે એક નિવેદનમાં કહ્યું છે કે સમગ્ર લીગનું આયોજન ભારતમાં કરવામાં આવશે.

Most Popular

To Top