Dakshin Gujarat

પાંચ દિવસ પહેલાં ગુમ થયેલ માતા-પુત્રીના મૃતદેહ ઘરથી 13 કિલોમીટર દૂર ખેતરમાંથી મળી આવ્યા

ભરૂચ: (Bharuch) ભરૂચના કાસદ અને મહુદલાની સીમમાંથી બે અજાણી મહિલાના (Lady) મૃતદેહ (Dead Body) મળી આવ્યા હતા. આથી ભરૂચ પોલીસે (Bharuch Police) પાંચ દિવસ પહેલાં માં-દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવનાર પુત્રને બોલાવ્યો હતો. અને આ લાશ તેની માતા અને બહેનની હોવાની ઓળખ થઇ હતી. પાંચ દિવસથી ગુમ (Missing) થયા હોય અને આખરે તેમની લાશ મળથા આખું પ્રકરણ પોલીસ માટે રહસ્યમય બન્યું છે.

  • પાંચ દિવસ પહેલાં ગુમ ઝાડેશ્વરનાં માતા-પુત્રીની રહસ્યમયી સંજોગોમાં લાશ મળી
  • બંનેના મૃતદેહ ઘરથી ૧૩ કિલોમીટર દૂર ખેતરમાંથી મળી આવ્યા, મોતનું કારણ અકબંધ

ભરૂચ તાલુકા પોલીસમથકની હદમાં આવેલા કાસદ અને મહુદલા ગામે ખેતરમાંથી બે મહિલા મૃત હાલતમાં હોવાની જાણ ભરૂચ સી-ડિવિઝન પોલીસને કરાઈ હતી. બંનેનો મૃતદેહ રહસ્યમયી સંજોગોમાં હોવાથી ભેદભરમ ઉકેલવા માટે પોલીસ વિભાગે વિવિધ દિશામાં તપાસ આદરી હતી. દરમિયાન પોલીસને પાંચ દિવસ પહેલા ઝાડેશ્વરના મહાદેવનગરમાં રહેતા માં-દીકરી ગુમ થયાની ફરિયાદ મળી હતી. આથી ફરિયાદીને બંને મૃતદેહની ઓળખ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવ્યો હતો.

મૃતકના દીકરાએ ગુમ થયેલી માતા શાંતા ભીખા મિસ્ત્રી (ઉં.વ.૬૫) તેમજ બહેન ઇલા મિસ્ત્રી(ઉં.વ.૩૫)ની લાશ હોવાની ઓળખ કરી હતી. જેઓ ઘરમાં કોઈને કંઈ કહ્યા વગર પાંચ દિવસ પહેલા જતા રહ્યાં હતાં. પોલીસે બંનેનાં મોતની તપાસ કરવા માટે પેનલ પીએમ કરાવી વધુ તપાસ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના ઘરથી ૧૩ કિલોમીટર દૂર ખેતરમાંથી બંનેનો મૃતદેહ મળતાં પોલીસ વિભાગ માટે અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. જો કે, પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી મોતનાં કારણ શોધવાના પ્રયાસો આદર્યા છે.

રાણીપુરા-ગુમાનદેવ રોડ ક્રોસ કરતી વેળા વાહન અડફેટે નીલ ગાયના બચ્ચાનું મોત
ઝઘડિયા: ઝઘડિયાના રાણીપુરા-ગુમાનદેવ વચ્ચે રસ્તો ક્રોસ કરતી વખતે કોઈક વાહને નીલ ગાયના બચ્ચાને ટક્કર મારતાં મોત નીપજ્યું હતું. મંગળવારે વહેલી સવારે રાણીપુરા અને ગુમાનદેવ વચ્ચે નાનકડું નીલ ગાયનું ત્રણ વર્ષીય બચ્ચું મૃત હાલતમાં મળી આવ્યું હતું. પ્રાથમિક તબક્કે નીલ ગાયના બચ્ચાને તેના પેટમાં ગંભીર ઈજા થતા કોઈક વાહને ટક્કર મારતા બચ્ચાનું મોત થયાનું અનુમાન છે. સમગ્ર ઘટનાની જાણ ઝઘડિયા વન વિભાગ થતાં ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top